Site icon

કૃપયા રેલવે યાત્રી ધ્યાન દેઃ સેન્ટ્રલ રેલવે પર 72 કલાકનો જમ્બો મેગા બ્લોકઃ આટલી લોકલ ટ્રેનની સર્વસિ થશે રદ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર. 

સેન્ટ્રલ રેલવેમાં ફરી એક વખત 72 કલાકનો જમ્બો મેગા બ્લોક હાથ ધરવામાં આવવાનો છે. આ જમ્બો મેગા બ્લોક મધ્ય રેલવેના થાણેથી દિવા સ્ટેશન વચ્ચે લેવામાં આવશે. પાંચ ફેબ્રુઆરી શનિવારથી સાત ફેબ્રુઆરી સોમવાર એમ ત્રણ દિવસ રહેશે. આ દરમિયાન લાંબા અંતરની એક્સપ્રેસ અને મેલ ટ્રેનો રદ કરવામાં આવી છે.  એ સાથે જ ત્રણ દિવસ દરમિયાન 350થી વધુ લોકલ ટ્રેનની સર્વિસ રદ થાય એવી શક્યતા છે. 

આ જમ્બો મેગા બ્લોક થાણેથી દિવા સ્ટેશન વચ્ચે પાંચમી લાઇનમાં અપ ફાસ્ટ લાઇન પર અને દિવાથી થાણે સ્ટેશન વચ્ચે 6ઠ્ઠી લાઇન પર હશે. તેથી કોંકણ જતી તમામ ટ્રેનો 3 દિવસ માટે બંધ રહેશે.

આ મેગા બ્લોકને કારણે તેજસ, જન શતાબ્દી, એસી ડબલ ડેકર અને કોંકણ જતી કોચ્ચુવેલી, મેંગલોર અને હુબલી એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. ડેક્કન એક્સપ્રેસ, ડેક્કન ક્વીન એક્સપ્રેસ, જલના જન શતાબ્દી, કોયના એક્સપ્રેસ, પંચવટી એક્સપ્રેસ સહિતની સેંકડો ટ્રેનો ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે.

નવી મુંબઈમાં પાલિકાના વોર્ડની ફેરરચના સામે આ પક્ષે લીધો વાંધો, કોર્ટમાં કરશે અપીલ; જાણો વિગ

દિવા-વસઈ મેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. તેમ જ અનેક ટ્રેનોને પનવેલ સ્ટેશન પર રોકવામાં આવશે. જેથી તમામ ફાસ્ટ લોકલ ટ્રેનોને સ્લો ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવશે.

સેન્ટ્રલ રેલવેની પાંચમી અને છઠ્ઠી લેન માટે અત્યાર સુધીમાં અનેક વખત જમ્બો મેગાબ્લોક લેવામાં આવ્યા છે. જોકે, સેન્ટ્રલ રેલવેના કહેવા મુજબ હજુ બે મેગાબ્લોક બાકી છે. આમાંથી પ્રથમ મેગા બ્લોક 22 અને 23 જાન્યુઆરીએ લેવામાં આવ્યો હતો. 5, 6 અને 7 ફેબ્રુઆરીએ યોજાનાર બીજો મેગાબ્લોક 72 કલાકનો છે. આ બે મેગાબ્લોક પછી, પાંચમી અને છઠ્ઠી લેન કાર્યરત થશે

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version