ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
સ્કિન ટુ સ્કિન ટચ કેસમાં ચુકાદો આપીને ચર્ચામાં આવેલા જજ પુષ્પા ગનેડીવાલાએ પોતાનું રાજીનામું આપી દીધું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, આજે એટલે કે 11 ફેબ્રુઆરી તેમના કાર્યકાળનો છેલ્લો દિવસ હશે.
કહેવામાં આવી રહ્યું છે કે રાજીનામા બાદ તે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં પોતાની પ્રેક્ટિસ કરશે.
જોકે આમ પણ તેઓ આગામી 12 ફેબ્રુઆરીએ નિવૃત્ત થવાના હતા.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે બોમ્બે હાઈકોર્ટના મહિલા એડિશનલ જજ જસ્ટિસ પુષ્પા વી ગનેડીવાલાના નામની સ્થાયી જજ તરીકે ભલામણ ન કરવાનો નિર્ણય લીધો હતો.
નોંધનીય છે કે POCSO એક્ટ પર ચુકાદો આપતી વખતે, જજે કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો આપ્યા હતા જેમાં 'સ્કિન ટુ સ્કિન' ટચનો સમાવેશ થાય છે.
