Site icon News Continuous Bureau | Mumbai

Kalyan Builder Highhandedness બિલ્ડરની દાદાગીરી કલ્યાણમાં મોર્નિંગ વૉક માટે આવેલા ૧૦૦ થી વધુ વૃદ્ધોને નદી ઘાટ પર પૂરી દીધા; લોકઆક્રોશ ફાટતાં તાળાં તોડાયા

Kalyan Builder Highhandedness ઉલ્હાસ નદીના સરકારી ઘાટ પર સિક્યુરિટી ગાર્ડે પ્રવેશદ્વારને તાળું માર્યું, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં રહીશોમાં ભારે રોષ

Kalyan Builder Highhandedness  બિલ્ડરની દાદાગીરી કલ્યાણમાં મોર્નિંગ વૉક માટે આવેલા ૧૦૦ થી વધુ વૃદ્ધોને નદી ઘાટ પર પૂરી દીધા; લોકઆક્રોશ ફાટતાં તાળાં તોડાયા

Kalyan Builder Highhandedness બિલ્ડરની દાદાગીરી કલ્યાણમાં મોર્નિંગ વૉક માટે આવેલા ૧૦૦ થી વધુ વૃદ્ધોને નદી ઘાટ પર પૂરી દીધા; લોકઆક્રોશ ફાટતાં તાળાં તોડાયા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Kalyan Builder Highhandedness કલ્યાણઉલ્હાસનગર વિસ્તારમાંથી એક જાણીતા બિલ્ડરના કર્મચારીઓ દ્વારા ગંભીર દાદાગીરી અને જોહુકમીનો કિસ્સો સામે આવ્યો છે. ઉલ્હાસ નદીના કિનારે જાહેર જનતાના ઉપયોગ માટે બનાવવામાં આવેલા સરકારી ઘાટ પર સવારે ફરવા (મોર્નિંગ વૉક) માટે આવેલા ૧૦૦ થી વધુ વરિષ્ઠ નાગરિકોને બિલ્ડરના સિક્યુરિટી ગાર્ડ અને કામદારોએ ગેટ પર તાળું મારીને અંદર જ પૂરી દીધા હોવાનો સનસનાટીભર્યો આરોપ લાગ્યો છે.

Kalyan Builder Highhandedness – સરકારી મિલકત પર બિલ્ડરના માણસોએ કર્યો ખાનગી હક્કનો દાવો

મળતી સત્તાવાર વિગતો અનુસાર, સ્થાનિક ધારાસભ્યના સરકારી ભંડોળમાંથી ઉલ્હાસ નદીના કાંઠે સ્થાનિક નાગરિકોના ફરવા અને બેસવા માટે એક સુંદર ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એક સંપૂર્ણ સરકારી અને જાહેર મિલકત છે. દરરોજની જેમ વહેલી સવારે કલ્યાણ અને આસપાસના વિસ્તારના અસંખ્ય વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ અહીં ટહેલવા માટે આવ્યા હતા. આ દરમિયાન ઘાટની બિલકુલ બાજુમાં જ બની રહેલા એક મોટા હાઉસિંગ પ્રોજેક્ટના બિલ્ડરના કામદારો ત્યાં ધસી આવ્યા હતા અને તેમણે આ ઘાટ પર પોતાનો ખાનગી હક્ક હોવાનો દાવો કરીને મુખ્ય પ્રવેશદ્વારને મોટું તાળું લગાવી દીધું હતું.

Kalyan Builder Highhandedness – અંદર ફસાયેલા વૃદ્ધોની તબિયત લથડી

બિલ્ડરના માણસોના આ અચાનક અને ક્રૂર પગલાંને કારણે ઘાટની અંદર વૉકિંગ કરી રહેલા ૧૦૦ થી વધુ વૃદ્ધ નાગરિકો અંદર જ બંધક બની ગયા હતા. બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોવાથી અને સાઇડમાં નદી હોવાને કારણે વરિષ્ઠ નાગરિકો ભારે ગભરાઈ ગયા હતા અને કેટલાક વૃદ્ધોની તબિયત પણ બગડવા લાગી હતી. અંદર ફસાયેલા લોકો બિલ્ડરના સ્ટાફને તાળું ખોલવા માટે કરગરી રહ્યા હતા, પરંતુ કર્મચારીઓ ગેટ ખોલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ અમાનવીય ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર પરિસરમાં સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નીકળો છે.

Kalyan Builder Highhandedness – આક્રોશિત જનતાએ તાળાં તોડીને વૃદ્ધોને મુક્ત કર્યા

આ ઘટનાની જાણ વાયુવેગે ફેલાઈ જતાં કલ્યાણના અસંખ્ય સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરો તાત્કાલિક મોટી સંખ્યામાં ઘાટ પર ધસી આવ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ બિલ્ડર અને તેના કામદારો વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ વધુ વણસતી જોઈને સામાજિક કાર્યકરોએ લોખંડના સળિયા વડે ગેટનું તાળું તોડી નાખ્યું હતું અને અંદર ફસાયેલા તમામ વરિષ્ઠ નાગરિકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. સ્થાનિક રહીશોએ પ્રશાસન પાસે સંબંધિત બિલ્ડર સામે તાત્કાલિક એફઆઈઆર નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

👉 આ સમાચાર વાચો:
Government Cyber Crime Portals સાયબર ઠગાઈના શિકાર બનેલાઓ માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ ગુમાવેલા નાણાં પાછા મેળવવા ગૃહ મંત્રાલયે લોન્ચ કર્યા બે અત્યાધુનિક પોર્ટલ

Asiatic Lions For Byculla Zoo ભાયખલા ઝૂમાં ૧૨ વર્ષ બાદ ગર્જશે એશિયાટિક સિંહો અંતિમ મંજૂરી મેળવવા મુંબઈના મેયર રિતુ તાવડે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળશે
Missing Minor Boy Traced And Reunited ચારકોપમાંથી ગુમ થયેલા સગીર બાળકને અંધેરી પૂર્વ પોલીસે ગણતરીના સમયમાં શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન
Khar Police Recovers Lost Luggage ઈંગ્લેન્ડ, કેલિફોર્નિયા અને ઈઝરાયલના પ્રવાસીઓની કેબમાં ભુલાયેલી બેગ ખાર પોલીસે નવી મુંબઈથી શોધી પરત સોંપી
Santacruz Police પ્રવાસીની રિક્ષામાં ભુલાઈ ગયેલી ₹૫૦ હજાર રોકડ અને બે આઇફોન ભરેલી બેગ સાંતાક્રુઝ પોલીસે શોધી પરત સોંપી
Exit mobile version