Site icon

Kalyan: ખુશખબરી..કલ્યાણ-શિલફાટા રોડ પર પાલવા કટાઈ ફ્લાયઓવરનો એક માર્ગ વર્ષના આ મહિના સુધીમાં ખોલવામાં આવશે: MSRDCનું મોટુ નિવેદન.. જાણો ફ્લાયઓવરને લગતી અન્ય બાબતો અહીં

Kalyan: કલ્યાણ-શિલફાટા રોડ પર બનાવવામાં આવી રહેલા મહત્વના પાલવ-કટાઈ ફ્લાયઓવરનો એક માર્ગ, જે કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગર અને અંબરનાથ જેવા શહેરોને નવી મુંબઈ, થાણે અને મુંબઈ સાથે જોડશે, આ વર્ષે, તે ડિસેમ્બરના અંત સુધીમાં ખોલવામાં આવશે.

Kalyan: One route of Palava Katai flyover on Kalyan-Shilphata road to open by December: MSRDC

Kalyan: ખુશખબરી..કલ્યાણ-શિલફાટા રોડ પર પાલવા કટાઈ ફ્લાયઓવરનો એક માર્ગ વર્ષના આ મહિના સુધીમાં ખોલવામાં આવશે: MSRDCનું મોટુ નિવેદન.. જાણો ફ્લાયઓવરને લગતી અન્ય બાબતો અહીં

News Continuous Bureau | Mumbai 

Kalyan: કલ્યાણ-શિલફાટા રોડ પર બનાવવામાં આવી રહેલા મહત્વના પાલવ-કટાઈ ફ્લાયઓવરનો એક માર્ગ, જે કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગર અને અંબરનાથ જેવા શહેરોને નવી મુંબઈ, થાણે અને મુંબઈ સાથે જોડશે, આ વર્ષે, તે ડિસેમ્બરના અંત સુધીમાં ખોલવામાં આવશે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (MSRDC) ના અધિકારીએ જણાવ્યું હતું.

Join Our WhatsApp Community

પાલવા જંકશન પર હંમેશા ભારે ટ્રાફિક રહે છે. જેના કારણે રોજના 2 લાખ જેટલા પ્રવાસીઓને મોટી અસુવિધા થાય છે, તેથી જ MSRDC દ્વારા ફ્લાયઓવરનું કામ ભીડ ઘટાડવા માટે ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે, જે જમીન સંપાદનના મુદ્દાઓને કારણે ઘણા વર્ષોથી અટકી ગયું હતું.

ગુરુવારે કલ્યાણ (Kalyan) લોકસભા સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેએ MSRDC અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ફ્લાયઓવરના કામની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન MSRDCના અધિકારીઓએ આજ સુધીના બ્રિજના વિકાસ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “હાલમાં આ બ્રિજનું 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને રેલવેએ પણ બ્રિજ બનાવવાની મંજૂરી આપી દીધી છે. તેનું સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. ફ્લાયઓવર કામ ચાલુ છે અને ગર્ડર લોંચ થયા બાદ અન્ય કામોને વેગ મળશે.”

ફેબ્રુઆરી 2024માં બીજો માર્ગ શરૂ કરવાનો પ્રયાસ કરશે.”

ડૉ. શિંદેએ કહ્યું, “BPCLને કારણે બ્રિજના કામમાં આવતી અડચણો દૂર કરવા માટે એક બેઠક યોજવામાં આવશે અને આ બ્રિજનો એક માર્ગ ડિસેમ્બર 2023 સુધીમાં શરૂ કરવામાં આવશે જ્યારે MSRDCએ કહ્યું છે કે તેઓ ફેબ્રુઆરી 2024માં બીજો માર્ગ શરૂ કરવાનો પ્રયાસ કરશે.” .

આ બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવ્યા બાદ, તે કલ્યાણ-શિલફાટા રોડ પર ટ્રાફિકની ભીડ ઘટાડવામાં મદદ કરશે અને કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈ, થાણે અને મુંબઈના મુસાફરોને આનાથી ઘણો ફાયદો થશે, એવું જોવામાં આવી રહ્યું છે. તેથી જલ્દીથી જલ્દી આ ફ્લાયઓવર ચાલુ થાય તેની રાહ જોવાઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai News : મુંબઈમાં મેનહોલ કવરની ચોરી અટકાવવા BMCનો નવો ‘ડિજિટલ’ આઈડિયા, ‘આ’ જગ્યાએ કરવામાં આવશે પ્રયોગ

 

Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનમાં હોબાળો: ધક્કામુક્કી બાદ બે મહિલાઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
Mumbai Police: ડ્રગ્સના નેટવર્ક પર તવાઈ: મુંબઈમાં ‘મોતની ફેક્ટરી’ પકડાઈ, આટલા લોકો ની થઇ ધરપકડ
Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Exit mobile version