ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
મુંબઈના કાંદિવલીમાં એક બાઇકચાલકે બેસ્ટ બસના ચાલકને કૅબિનમાંથી ખેંચીને માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાઇક પર સવાર યુવક પોતાના મોબાઇલ પર વાત કરતો હતો ત્યારે બેસ્ટ બસની સહેજ એવી ટક્કર લાગી હતી. ત્યાર બાદ બસચાલકની કોઈ ભૂલ ન હોવા છતાં બાઇકરે માર માર્યો હતો. પોલીસે આરોપી બાઇકરની અટક કરી છે.
આ ઘટના કાંદિવલી પૂર્વના બિગ બજાર પાસે બની હતી. એક બાઇકસવાર તેના મોબાઇલ પર વાત કરતાં કરતાં બાઇક ચલાવતો હતો. એ જ ક્ષણે બેસ્ટની બસ સાથે તેને નજીવી અથડામણ થઈ હતી. જોકેએ બસના ચાલકની ભૂલ નહોતી, પણ યુવકે ડ્રાઇવરને કૅબિનમાંથી બહાર ખેંચી એની મારપીટ કરી હતી.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે અને એમાં કન્ડક્ટર સહિત અન્ય લોકો મધ્યસ્થી કરતાં જોવા મળી રહ્યા છે. જોકેઆ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ કાંદિવલીની સમતાનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે હુમલો કરનાર યુવાન બાઇકરની ધરપકડ કરી છે. સમતાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કાંદિવલીમાં બાઈક અને બેસ્ટ બસની અથડામણ; બાઈક સવારે ડ્રાઈવર સાથે કરી મારપીટ ; જાણો વિગત #NorthMumbai #BESTbus #driver #biker #fight pic.twitter.com/9gHkGcMAPf
— news continuous (@NewsContinuous) July 8, 2021
