Site icon News Continuous Bureau | Mumbai

BMCનો અજબ કારભાર : કાંદિવલીના આ વિસ્તારના રહેવાસીઓ પાણી માટે કરશે આંદોલન, છેલ્લાં બે વર્ષથી મળે છે દૂષિત પાણી, રહેવાસીઓની ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

કાંદિવલી (વેસ્ટ)માં આવેલા ચારકોપના સેક્ટર આઠમાં છેલ્લાં બે વર્ષથી સ્થાનિક રહેવાસીઓને દૂષિત પાણીનો પુરવઠો સપ્લાય થઈ રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસનથી લઈને નગરસેવકને અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે, પણ તેમની ફરિયાદ બહેરા કાને અથડાઈ રહી હોવાનો આક્રોશ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. છેવટે તેમણે હવે પાણી માટે આંદોલન કરવાનો નિર્ણય લીધો છે.

દૂષિત પાણીને કારણે રહેવાસીઓ ગૅસ્ટ્રો, ડાયેરિયા, કમળો જેવી બીમારીઓના ભોગ બની રહી રહ્યા છે.  સ્થાનિક રહેવાસીઓએ આર-સાઉથની વૉર્ડ ઑફિસમાં સેક્ટર આઠના મોટા ભાગના વિસ્તારમાં દૂષિત પાણી મળી રહ્યું હોવાની ફરિયાદ કરી છે. હકીકતમાં તેઓ લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા છે, પણ એની તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.

મુંબઈમાં કોરોના ધીમો પડ્યો, છેલ્લા 24 કલાકમાં માત્ર આટલા દર્દીઓનાં મોત નીપજ્યાં ; જાણો આજના તાજા આંકડા 

રહેવાસીઓના કહેવા મુજબ પાઇપલાઇનમાં ક્યાં સમસ્યા છે,  એ જાણવા માટે પાઇપલાઇનમાં કૅમેરા નાખીને અગાઉ તપાસ કરવામાં આવી હતી. છતાં એનાથી પણ કંઈ ફરક પડ્યો નથી. સતત દૂષિત પાણીની ફરિયાદ બાદ પ્રશાસને તેમને પાણીની પાઇપલાઇન બદલી નાખવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજી સુધી એના પર કોઈ કામ આગળ વધ્યું નથી. દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે લોકોએ આંદોલનનો સહારો લેવો પડવાના છે.

Kandivali High Rise Fire કાંદિવલી વેસ્ટની ‘ઓએસકે હેરિટેજ’ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી; ૧૦મા માળે ધુમાડાના ગોટા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Exit mobile version