Site icon

મુંબઈના પશ્ચિમ પરાંમાં  મોટરસાયકલ ચોરનારી ટોળકી ઝબ્બે, આરોપીમાં બે સગીર વયના. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મુંબઈના પશ્ચિમ પરામાં(western suburbs) ટુ-વ્હીલરની ચોરીનું(Two-wheeler theft) પ્રમાણ વધી ગયું છે ત્યારે મલાડમાં(Malad) ચોરીની મોટર સાયકલ(Motorcycle) વેચવા આવનારી ટોળકીને પકડી પાડવામાં કાંદીવલી પોલીસને(Kandivali police) સફળતા મળી છે. આરોપીની(thief) તપાસમાં મોટરસાઈકલ ચોરીના પાંચ કેસ સોલ્વ થયા હતા. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલા આરોપીઓમાં બે સગીર વયના કિશોરો છે.

Join Our WhatsApp Community

 મળેલ માહિતી મુજબ 19 મે, 2022 ના રોજ કાંદીવલી પોલીસની યુનિટ 11 ના પોલીસ સબ ઇન્સ્પેકટર(Police Sub Inspector)  અજીત કાનગુડેને(Ajit Kangude) ગુપ્ત બાતમી મળી હતી કે કેટલાક ઇસમો મલાડ( વેસ્ટ)ના માલવાણીમાં(Malvani), લોટસ લેક(Lotus Lake), માર્વે રોડ  ખાતે ચોરીની મોટરસાયકલ વેચવા માટે આવી રહ્યા છે. તેણે આ બાબતે સિનિયરને જાણ કર્યા બાદ પોલીસ ઈન્સ્પેકટર પાટીલ, પોલીસ ઈન્સ્પેકટર ધોણે, આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર જાધવ, આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેકટર પાટીલ, પોલીસ અધિકારી  શિંદે, પોલીસ હવાલદાર ગાયકવાડ, પોલીસ હવાલદાર તરટે, પોલીસ નાયક કદમ અને પોલીસ નાયક શિંદેએ છટકું ગોઠવી બે ટુ વ્હીલર સહિત ત્રણ ઈસમોની(Ismo) અટકાયત કરી પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમના પર ચોરીના ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો :  યાત્રીગણ કૃપયા ધ્યાન દે, સેન્ટ્રલ રેલવેમાં આજે ભાયખલા-માટુંગા સ્ટેશનની વચ્ચે આટલા કલાકનો રહેશે નાઈટ બ્લોક.. 

પોલીસના જણાવ્યા મુજબ નમુદ શખ્સોને કસ્ટડીમાં લઈ વધુ તપાસ માટે પોલીસ સ્ટેશનમાં(police station) લાવવામાં આવ્યા હતા.કસ્ટડીમાં રહેલા શખ્સો પાસેથી ત્રણ મોટરબાઈક પણ કબજે કરી હતી. આવી કુલ 5 મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે અને મોટરસાયકલ ચોરીના 5 ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 

વધુ તપાસ દરમિયાન આ બાઈક દિંડોશી અને વર્સોવા પોલીસ સ્ટેશનની હદમાં થી ચોરાઈ હોવાનું જણાયું હતું. તેથી આ અંગે દીંડોશી પોલીસ સ્ટેશનને  જાણ કરવામાં આવી છે અને પકડાયેલ આરોપી અને મોટરસાયકલ દીંડોશી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા. જોકે તપાસ દરમિયાન આરોપીમાંના બે આરોપી સગીર વયના હોવાનું જણાયું હતું. જેમાનો એક 15 વર્ષનો તો બીજો 17 વર્ષનો છે. તેમનો સાથીદારી 29 વર્ષનો છે. પોલીસે તેમની ઉંમર જાણ્યા બાદ તેમના પરિવારને તેમનો કબજો સોંપ્યો હતો, પરંતુ વધુ તપાસ માટે ફરી પોલીસ સ્ટેશન હાજર થવાનું કહેવામાં આવ્યું હતું.
 

Mumbai Crime Branch: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: ₹90.90 લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટ જપ્ત; ઓનલાઈન ડિલિવરી રેકેટનો પર્દાફાશ
Mumbai Fort Robbery: મુંબઈમાં નકલી પોલીસનો કહેર: કેન્યાની મહિલા વેપારીને આંતરી ₹66.45 લાખની લૂંટ; હાઈ-સિક્યોરિટી ગણાતા ફોર્ટ વિસ્તારની સનસનીખેજ ઘટના
Shocker in Sakinaka: સાકીનાકામાં સગીરાની છેડતી: ટ્યુશનથી ઘરે જતી ૧૫ વર્ષીય કિશોરીને અટકાવી અજાણ્યાએ બતાવ્યા અશ્લીલ વીડિયો, પોલીસ તપાસ તેજ
Mumbai Local Murder: મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રોફેસરની હત્યાનો ભેદ ઉકેલાયો: માત્ર એક ધક્કા અને નજીવી બોલાચાલીએ લીધો જીવ; આરોપીએ પોલીસ સામે પોક મૂકી
Exit mobile version