Site icon News Continuous Bureau | Mumbai

Kavach 5.0 Mumbai Local Trains મુંબઈકરોનો પ્રવાસ બનશે સંપૂર્ણ ટેન્શન ફ્રી, પાયલટ બ્રેક મારવાનું ભૂલશે તો પણ ઓટોમેટિક વાગશે બ્રેક; ‘કવચ ૫.૦’ સિસ્ટમ સજ્જ

Kavach 5.0 Mumbai Local Trains મધ્ય અને પશ્ચિમ રેલવેની દરરોજની ૩,૨૩૪ લોકલ ટ્રેનોમાં લાગુ થશે આધુનિક એટીપી (ATP) ટેકનોલોજી, અકસ્માતો પર લાગશે પૂર્ણવિરામ

Kavach 5.0 Mumbai Local Trains  મુંબઈકરોનો પ્રવાસ બનશે સંપૂર્ણ ટેન્શન ફ્રી, પાયલટ બ્રેક મારવાનું ભૂલશે તો પણ ઓટોમેટિક વાગશે બ્રેક; 'કવચ ૫.૦' સિસ્ટમ સજ્જ

Kavach 5.0 Mumbai Local Trains મુંબઈકરોનો પ્રવાસ બનશે સંપૂર્ણ ટેન્શન ફ્રી, પાયલટ બ્રેક મારવાનું ભૂલશે તો પણ ઓટોમેટિક વાગશે બ્રેક; 'કવચ ૫.૦' સિસ્ટમ સજ્જ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Kavach 5.0 Mumbai Local Trains મુંબઈની જીવાદોરી ગણાતી ઉપનગરીય રેલવે એટલે કે મુંબઈ લોકલ ટ્રેન નેટવર્કની (Mumbai Local Train Network) સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભારતીય રેલવે દ્વારા એક મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસન મુંબઈ લોકલ માટે અત્યંત આધુનિક સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ (ATP) ની નેક્સ્ટ જનરેશન આવૃત્તિ એટલે કે ‘કવચ ૫.૦’ (Kavach 5.0) વિકસાવી રહ્યું છે. આ ડિજિટલ ટેકનોલોજીના અમલથી ગાડીઓના પરિચાલનમાં મોટો સુધારો થશે અને અતિશય ગીચતા ધરાવતા મુંબઈના રેલવે રૂટ્સ પર કરોડો મુસાફરોનો પ્રવાસ સુરક્ષિત અને અકસ્માતમુક્ત બનશે.

Kavach 5.0 Mumbai Local Trains – માનવીય ભૂલ કે ટેકનિકલ ખામી સમયે કવચ ૫.૦ સિસ્ટમ ઓટોમેટિકલી બ્રેક લગાવશે

મધ્ય રેલવેના (Central Railway) મુખ્ય જનસંપર્ક અધિકારી એ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ‘કવચ ૫.૦’ નું ડેવલપમેન્ટ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તેનું કામ પૂર્ણ થતાં જ તેને સમગ્ર મુંબઈ ઉપનગરીય રેલવે નેટવર્ક પર લાગુ કરી દેવામાં આવશે. આ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે જો કોઈપણ સંજોગોમાં લોકો પાયલટ નિયત ઝડપ મર્યાદા ચૂકશે કે સમયસર બ્રેક મારવામાં નિષ્ફળ જશે, તો આ સ્માર્ટ સિસ્ટમ પોતાની મેળે ઓટોમેટિક બ્રેક (Automatic Braking) લગાવી દેશે. આ સિવાય ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસમાં પણ ટ્રેનનું સુરક્ષિત સંચાલન શક્ય બનશે.

Kavach 5.0 Mumbai Local Trains – મુંબઈમાં દરરોજ દોડતી ૩,૨૩૪ ઈએમયુ (EMU) લોકલ ટ્રેનોને અપાશે સુરક્ષા કવચ

મુંબઈનું રેલવે નેટવર્ક મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે (Western Railway) એમ બે ઝોન દ્વારા સંચાલિત થાય છે. હાલમાં બંને ઝોન મળીને દરરોજ કુલ ૩,૨૩૪ ઈએમયુ (EMU) લોકલ ફેરીઓ ચલાવે છે. જેમાં પશ્ચિમ રેલવે ૧૪૫ એસી લોકલ સહિત ૧,૪૧૪ ટ્રેનો અને મધ્ય રેલવે ૧૨૦ એસી લોકલ સહિત ૧,૮૨૦ ટ્રેનોનું સંચાલન કરે છે. આ ઉપરાંત મુસાફરોની ક્ષમતા વધારવા માટે ૨૬૬ જેટલી ‘૧૫ ડબ્બાની’ (15-car EMU) લોકલ ટ્રેનો પણ દોડી રહી છે. આ તમામ ટ્રેનોમાં કવચ સિસ્ટમ લાગુ થવાથી પીક અવર્સ દરમિયાન મુસાફરી વધુ આરામદાયક બનશે.

Kavach 5.0 Mumbai Local Trains – ટ્રેનો વચ્ચેનું અંતર ઘટશે અને વધુ ઝડપે દોડી શકશે મુંબઈ લોકલ

રેલવે મંત્રાલયના નિવેદન અનુસાર, ‘વંદે ભારત ૪.૦’ ની ઉચ્ચ ટેકનોલોજીના એક ભાગરૂપે ભારતની પોતાની બનાવટ ધરાવતી આ ‘કવચ ૫.૦’ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી રહી છે. આ નવી ટેકનોલોજીના કારણે બે ટ્રેનો વચ્ચેનું સુરક્ષિત અંતર (Gap) ઘટાડી શકાશે, જેનાથી ટ્રેનો વચ્ચેનો સમયગાળો ઘટશે અને ટ્રેનો વધુ ઝડપ તથા કાર્યક્ષમતા સાથે દોડી શકશે. આરડીએસઓ (RDSO) દ્વારા કવચના આ નવોતર વર્ઝનને મંજૂરી આપી દેવાઈ છે, જે મુંબઈકરો માટે ભવિષ્યમાં વરદાનરૂપ સાબિત થશે.

👉 આ સમાચાર વાચો:
Plastic Notes Trial હવે માર્કેટમાં આવશે પ્લાસ્ટિકની નોટ! ₹10 અને ₹20ની નવી પોલિમર નોટોનું ટ્રાયલ, સરકારે આપી મંજૂરી

Mumbai Water Cut Alert મુંબઈમાં મુશળધાર વરસાદ છતાં પાણીની તંગી, આ તારીખ સુધી ૧૫% ઓછા પાણી સાથે ચલાવવું પડશે કામ..
Traffic Violation Atal Setu અટલ સેતુ પર જોખમી સ્ટંટ પ્રતિબંધ હોવા છતાં રોંગ સાઈડમાં ૧૦૦ કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે બાઈક ચલાવી, નંબર પ્લેટ પણ છુપાવી; જુઓ વિડીયો..
Dindoshi Unauthorized Dargah Demolition દિંડોશીમાં કાયદો અને વ્યવસ્થાના કડક બંદોબસ્ત વચ્ચે દરગાહનું અનધિકૃત બાંધકામ જમીનદોસ્ત
MTNL Bogus Work Order Cable Theft MTNL ના બોગસ વર્ક ઓર્ડરથી ₹૯ લાખના કેબલની ચોરી બે આરોપીઓની ધરપકડ
Exit mobile version