ભારતીય જનતા પાર્ટી, મહારાષ્ટ્રના ઉપાધ્યક્ષ તેમ જ ઈશાન મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
કિરીટ સોમૈયાને 13 મેના રોજ વોટ્સએપના માધ્યમથી આ ધમકી મળી હતી. આ સમગ્ર મામલે મુલુંડના નવઘર પોલીસ સ્ટેશને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે કિરીટ સોમૈયા છેલ્લા ઘણા વખતથી સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં આરોપ કરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ભાઈનું કોરોનાથી નિધન
