News Continuous Bureau | Mumbai
BJP Maharashtra Assembly Election : બોરીવલીમાં અનેક દિગ્ગજો તેમને ટિકિટ મળે તેનું લોબિંગ કરી રહ્યા હતા. ભૂતપૂર્વ ધારાસભ્ય અને સાંસદ સભ્ય ગોપાલ શેટ્ટી નારાજ થઈને બેઠા હતા તેમજ અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. આ સાથે જ પાર્ટી પાસે ટિકિટ માંગી રહ્યા હતા. બીજી તરફ સુનીલ રાણે પોતાની માટે વધુ એક વખત ટિકિટ માંગી રહ્યા હતા. આ સાથે જ ઉત્તર મુંબઈના જિલ્લા અધ્યક્ષ ગણેશ ખણકર, ખુદ વિનોદ તાવડે, શરદ સાટમ અને આ ઉપરાંત બીજા અનેક નેતાઓ રેસમાં હતા. પરંતુ પસંદગીનો કળશ સંજય ઉપાધ્યાયના ( Sanjay Upadhyay ) પર ઢોળાયો. આ ખેલ કઈ રીતે થયો?
વાત એમ છે કે બોરીવલી ( Borivali ) ની વિધાનસભા સીટ પર કોને ટિકિટ મળવી જોઈએ તે સંદર્ભે ભાજપની દિલ્હી અને માલાબાર હીલની ઓફિસમાં સામાન્ય સહમતી ન બની. ગોપાળ શેટ્ટીએ ( Gopal Shetty ) સુનિલ રાણે નો જોરદાર વિરોધ કર્યો અને અપક્ષ ઉભા રહેવાની ધમકી આપી. બીજી તરફ વિનોદ તાવડે અને પાર્ટીના હાઈ કમાન્ડે સુનિલ રાણેનો વિરોધ કર્યો. આખરે એક નામ સંદર્ભે અંતિમ નિર્ણય અશક્ય બન્યો.
આ સમાચાર પણ વાંચો : BJP Maharashtra Assembly Elections 2024: બોરીવલીના ભાજપના નેતા-કાર્યકર્તાઓ માટે મોટા સમાચાર. હવે રસ્તા કિનારે ડફલી વગાડો….
પરિણામ સ્વરૂપ આશિષ શેલારે અમિતભાઈ અને દેવેન્દ્ર ફડનવીસ વચ્ચે સમજૂતી સાધી તેમજ બોરીવલી ખાતે પોતાના ઉમેદવારનું નામ પાસ કરાવી લીધું. આ સાથે જ સંજય ઉપાધ્યાયનો વિધાનસભા પહોંચવાનો રસ્તો ખુલી ગયો
