Site icon

Lalbaug Bus Accident: મુંબઈમાં નશામાં ધૂત એક પેસેન્જરે બસનું ફેરવી નાખ્યું સ્ટિયરિંગ, અનેક વાહનો અને રાહદારીઓ ને લીધા અડફેટે, આટલા લોકો ઘાયલ

Lalbaug Bus Accident:અકસ્માત રવિવારે સવારે 8:30ની આસપાસ થયો હતો. બેસ્ટની બસ નંબર 66 લાલબાગ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ બસ ભાટિયાબાગથી રાણી લક્ષ્મીબાઈ ચોક જઈ રહી હતી. આ વખતે જ્યારે બસ લાલબાગના ગણેશ ટોકીઝ વિસ્તારમાં પહોંચી ત્યારે નશામાં ધૂત પેસેન્જરે કોઈ નજીવા કારણસર ડ્રાઈવર સાથે ઝઘડો કર્યો હતો.

Lalbaug Bus AccidentDrunk BEST bus passenger turns steering wheel, causes accident at Lalbaug

Lalbaug Bus AccidentDrunk BEST bus passenger turns steering wheel, causes accident at Lalbaug

News Continuous Bureau | Mumbai

Lalbaug Bus Accident:મુંબઈમાં રવિવારે એક ભયાનક બસ દુર્ઘટના બની હતી. સ્પીડમાં આવતી બસે 9 લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માત રવિવારે રાત્રે લાલબાગ વિસ્તારમાં થયો હતો. આ અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અન્ય આઠ ઈજાગ્રસ્તોની કેઈએમ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માત બાદ લાલબાગ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે.

Join Our WhatsApp Community

 

Lalbaug Bus Accident: BEST બસ રાહદારીઓના ટોળામાં ઘુસી ગઈ 

વાસ્તવમાં લાલબાગચા રાજા ખાતે ગરમ ખાડા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર એક BEST બસ રાહદારીઓના ટોળામાં ઘુસી ગઈ હતી અને લોકોને ટક્કર મારી. બસમાં નશામાં ધૂત પેસેન્જરે ડ્રાઇવર સાથેની દલીલ બાદ સ્ટિયરિંગ વ્હીલને દબાણ કર્યું અને તેના કારણે આ અકસ્માત થયું. અકસ્માત એટલો ભયંકર હતો કે રસ્તા પરના અનેક વાહનોને નુકસાન પહોંચાડવા ઉપરાંત 9 જેટલા મુસાફરો બસની અડફેટે આવી ગયા હતા. જેમાં એક પેસેન્જરનું  મોત થયા હોવાના અહેવાલ છે.  

Lalbaug Bus Accident: પેસેન્જરે સ્ટિયરિંગ બીજી તરફ ફેરવી દીધું અને ડ્રાઈવરે પણ સંતુલન ગુમાવ્યું

આ અકસ્માત બેસ્ટની ઈલેક્ટ્રિક બસ નંબર 66માં થયો હતો, જે સાયનના રાણી લક્ષ્મીબાઈ ચોકથી દક્ષિણ મુંબઈના બેલાર્ડ પિયર જઈ રહી હતી. બસમાં સવાર નશામાં ધૂત મુસાફર ડ્રાઈવર સાથે બોલાચાલી કરવા લાગ્યો   અને થોડી જ વારમાં વિવાદ વધી ગયો હતો. બસ લાલબાગ પહોંચી કે તરત જ પેસેન્જરે સ્ટિયરિંગ બીજી તરફ ફેરવી દીધું અને ડ્રાઈવરે પણ સંતુલન ગુમાવ્યું, જેના કારણે અકસ્માત સર્જાયો.

અકસ્માત બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી નશામાં ધૂત મુસાફરની અટકાયત કરી ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.  દરમિયાન બેસ્ટ અને પોલીસ પ્રશાસન દ્વારા આ ઘટનાની નોંધ લેવામાં આવી છે અને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો  :  ED Raids AAP MLA : વધુ એક આપ નેતા કેન્દ્રીય તપાસ એજન્સીની રડાર પર, AAP નેતાને ત્યાં વહેલી સવારે ત્રાટકી EDની ટીમ …

Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Naman Xana Mumbai: ૭૦૦ કરોડનું એક ઘર! મુંબઈના આ ટાવરમાં એવું તે શું છે કે અબજોપતિઓ લગાવી રહ્યા છે લાઈન? ભારતની સૌથી મોંઘી ડીલ
Donald Trump Tariff: ક્સ ઘટશે, ટેરિફ વધશે! ડોનાલ્ડ ટ્રમ્પની નવી આર્થિક નીતિની જાહેરાતથી અમેરિકી બજારમાં ઉત્સાહ
Assam train accident: આસામમાં રુંવાડા ઉભા કરી દેતો ટ્રેન અકસ્માત: રાજધાની એક્સપ્રેસ અને હાથીઓના ઝુંડ વચ્ચે ટક્કર, ૮ ગજરાજોના કમકમાટીભર્યા મોત.
Exit mobile version