ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
લખીમપુર હિંસાના વિરોધમાં આજે મહારાષ્ટ્રમાં શાસક મોરચાએ આપેલા બંધના એલાનનો વ્યાપક પ્રભાવ રહ્યો છે અને મુંબઈમાં જનજીવન ખોરવાયું છે તો પુના સહિતના રાજયના મહાનગરોમાં પણ બંધની અસર દેખાઈ રહી છે.
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સવારથી જ બંધની અસર દેખાવાનું ચાલુ થઈ ગયું હતું. દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ સ્ટેશન નજીક, લેમિંગ્ટન રોડ ઇલેક્ટ્રોનિક માર્કેટમાં આવેલી તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. જેથી દુકાનદારોને નુકસાન વેઠવું ના પડે. સાથે જ જરૂરિયાતની ચીજ-વસ્તુઓ વેચતી દુકાનોને પણ બંધ કરાવવામાં આવી છે. જુઓ વિડીયો..
