Site icon

Dahisar News : દહીસર વાસીઓ માટે સારા સમાચાર, જૂની ઇમારતોનું રીડેવલપમેન્ટ આસાનીથી થશે તેમજ મુંબઈ નું સૌથી મોટું થીમ પાર્ક પણ બનશે. જાણો વિગત.

મુંબઈ શહેરના દહીસર વિસ્તારમાં એરપોર્ટ ઓથોરિટી ની ૪૫ એકર જમીન આવેલી છે. આ જમીનને કારણે અનેક જૂની ઇમારતો નું ડેવલોપમેન્ટ અટકી ગયું છે.

largest theme park of Mumbai to be built at dahisar

Dahisar News : દહીસર વાસીઓ માટે સારા સમાચાર, જૂની ઇમારતોનું રીડેવલપમેન્ટ આસાનીથી થશે તેમજ મુંબઈ નું સૌથી મોટું થીમ પાર્ક પણ બનશે. જાણો વિગત.

News Continuous Bureau | Mumbai

દહીસર ( Dahisar ) માં રહેનાર લોકો માટે સારા સમાચાર છે. 16 ડિસેમ્બર 2022 ના રોજ મહારાષ્ટ્ર સરકારે ( Maharashtra Govt ) નિર્ણય લીધો છે કે દહીસર ખાતે આવેલી એરપોર્ટ ઓથોરિટી ( Airport Authority ) ની ૪૫ એકર જમીનનું અધિગ્રહણ કરવામાં આવશે. આનો અર્થ એ થાય છે કે આ જમીન મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) પૈસાની અવેજીમાં એરપોર્ટ ઓથોરિટી પાસેથી ખરીદી લેશે. આ સોદો આવનાર દિવસોમાં પાર પડશે.

Join Our WhatsApp Community

 લોકોને શું લાભ થશે?

એરપોર્ટ ઓથોરિટી ની જમીન ને કારણે અનેક ઇમારતો નું વિકાસ કાર્ય અટકી પડ્યું હતું. કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ એરપોર્ટ ઓથોરિટી ની જમીન પાસે આવેલી ઇમારતો એક નિશ્ચિત ઊંચાઈથી વધુ મોટી બની શકતી નથી. આ કારણથી જૂની ઇમારતોનું વિકાસ કાર્ય અટકી પડે છે.

રાજ્ય સરકારના નિર્ણયને કારણે બહુ ટૂંક સમયમાં 470 કરોડ રૂપિયા નો સોદો પાર પડ્યા પછી આ જમીન પર એક પાર્ક બનાવવામાં આવશે. આ પાર્ક મુંબઈ શહેર નું સૌથી મોટું પાર્ક બનશે. પ્રસ્તાવિત યોજના મુજબ અહીં મેંગ્રોઝ સેન્ટર બની શકે તેમ છે.

આ સમાચાર પણ વાંચો: Mumbai Metro : ઇન્તેઝાર ની ઘડી ખતમ થઈ. મુંબઈને લગભગ 9 વર્ષ પછી આ તારીખે બે નવી મેટ્રો લાઈનો મળશે

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version