Site icon

કૂવામાં ડૂબી ગયેલી કાર સામે ગુજરાતી ડૉક્ટરને કંપનીએ આપી નવી કાર; જાણો વિગત

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 જુલાઈ,  2021

Join Our WhatsApp Community

શનિવાર 

ઘાટકોપરના ગુજરાતી ડૉક્ટરને લૉટરી લાગી ગઈ છે. ગયા મહિને બિલ્ડિંગના પાર્કિંગ લૉટ પર પાર્ક કરેલી કાર કૂવામાં ડૂબી ગઈ હતી. કાર ગુમાવી બેસનારા માલિકને જોકે કંપનીએ નવીનક્કોર કાર ભેટ તરીકે આપી દીધી છે. 

 ઘાટકોપર (વેસ્ટ)માં એક હાઉસિંગ સોસાયટીમાં કૂવા ઉપર આરસીસી બાંધકામ કરીને પાર્કિંગ પ્લૉટ ઊભો કરવામાં આવ્યો હતો. ગયા મહિનામાં ભારે વરસાદ દરમિયાન આરસીસી બાંધકામ તૂટી પડ્યું હતું અને કાર ક્ષણ ભરમાં 40 ફૂટ ઊંડા કૂવામાં ગરકાવ થઈ હતી. લગભગ 12 કલાકની જહેમત બાદ કારને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. એનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી વળ્યો હતો.

બિલ્ડરોને બખ્ખા : પ્રશાસને નીમેલા વહીવટદારોનો મનમાનીભર્યો કારભાર, રહેવાસીઓની મંજૂરી વગર મુંબઈ રીજનમાં 500 હાઉસિંગ સોસાયટીઓ બારોબાર રીડેવલપમેન્ટમાં; જાણો વિગત

લાખો રૂપિયાની કિંમતની કાર આંખના પલકારામાં કૂવામાં ગુમાવી બેસનારા ડૉક્ટરનું જોકે નસીબ  ખૂલી ગયું છે. કારની કંપનીએ સામેથી આવીને ડૉક્ટરને બદલામાં નવી કારની ભેટ કરી છે.

Mysterious Death in Dahisar:દહિસરની પીટર વાડીમાં યુવકનો રહસ્યમય મૃતદેહ મળતા સનસનાટી: MHB પોલીસ દ્વારા તપાસ તેજ
Dharavi Murder Case:ધારાવીમાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની કરી હત્યા: બાઇક પાર્કિંગનો વિવાદ લોહિયાળ ખેલમાં પરિણમ્યો
Kalyan Railway Station Drama: કલ્યાણ રેલ્વે સ્ટેશન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ૨૫,૦૦૦ વોલ્ટના વીજ પોલ પર શખ્સ ચઢી જતાં મચી દોડધામ
Mumbai Police Robbery Case: ૨૭ વર્ષ બાદ પાપનો ઘડો ફૂટ્યો! મુંબઈની ફાઇનાન્સ ઓફિસમાં લૂંટ ચલાવનારો આરોપી હૈદરાબાદથી ઝડપાયો
Exit mobile version