Site icon

બોરીવલીમાં જોરદાર ધીંગાણું: વકીલ પર તલવાર અને સળિયાથી હુમલો, ત્રણની ધરપકડ; જુઓ હુમલાનો લાઇવ વીડિયો અને જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈના બોરીવલી વિસ્તારમાં સત્યદેવ જોશી નામના વકીલ ઉપર એક ટોળકી દ્વારા લાકડીઓ અને તલવાર વડે હુમલો કરાયો હતો. હુમલાને કારણે વકીલને ભારે ઈજા થતાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મુંબઈ સ્થિત એક વકીલે આ હુમલાનો વીડિયો શૅર કરતાં લખ્યું હતું કે સત્યદેવ જોશી પર આજે ગુંડાઓએ બોરીવલી ખાતે તલવાર વડે હુમલો કર્યો હતો, જ્યારે તેઓ ક્લાયન્ટ સાથે વાતચીત કરી રહ્ય હતા.

આ ચોંકાવનારા વીડિયોમાં દેખાય છે કે ગુંડાઓની એક ટોળકીએ આ વકીલને ઘેરી લીધો હતો અને ત્યાર બાદ વકીલ સાથે મારપીટ કરી હતી. વિવાદ સર્જાતાં આ વકીલ પર સળિયા અને તલવાર વડે હુમલો કરાયો હતો. આ ઘટનાથી આસપાસના લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. ધોળે દિવસે વકીલ પર થયેલો આ હુમલો મહાનગરમાં કાયદો અને વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

કાંદિવલી પૂર્વમાં ૪૦૦ ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ, લોકોને થયું મોટું નુકસાન; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ અંગે એક મીડિયા હાઉસે ટ્વીટ કરી પોલીસનું નિવેદન ટાંકતાં લખ્યું હતું કે વકીલ ઉપર હુમલો કરવા બદલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને FIR પણ નોંધવામાં આવી છે. જુઓ ચોંકાવનારો વીડિયો.

 

34 Walkathons: સાંસદ ક્રીડા મહોત્સવ 2025ના ભાગરૂપે આજે ઉત્તર મુંબઈમાં કુલ 34 વોકેથોન યોજાઈ
Mumbai Monorail: મુંબઈમાં મોટો ખતરો: મોનોરેલ પાટા પરથી ઉતરી, પ્રથમ ડબ્બો હવામાં લટક્યો! જુઓ આઘાતજનક વિડિયો
Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Exit mobile version