ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. એવું માનવામાં આવે છે કે આ વીડિયો આરે કૉલોનીનો હશે. જોકે આ સંદર્ભે કશું ચોક્કસપણે કહી શકાય એમ નથી. એક ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારીએ ઑનલાઇન વીડિયો પોસ્ટ કરતાં લખ્યું હતું કે દીપડો માનવવસ્તી ધરાવતા વિસ્તારમાં ઘૂસી ગયો હતો અને કૂતરાનો શિકાર કર્યો હતો. વીડિયોમાં દેખાય છે કે એક દીપડો કૂતરાનો શિકાર કરી પાળી ઉપર ચાલતો-ચાલતો પોતાના શિકારને જંગલમાં લઈ જઈ રહ્યો છે. જુઓ વીડિયો.
આરે કૉલોનીમાં દીપડાએ દેખા દીધી; કર્યો કૂતરાનો શિકાર, જુઓ વીડિયો#Mumbai #AareyColony #wildlife #forest #Leopard #Dog pic.twitter.com/X3nJfZa2KR
— news continuous (@NewsContinuous) July 10, 2021
