Site icon News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ માટે મહત્વપૂર્ણ જગ્યા એવી કેશવ સૃષ્ટિમાં દીપડો ઘૂસી આવ્યો

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક દિવસથી ભાઈંદરના ઉપરના વિસ્તારોમાં આવેલા કેશવ સૃષ્ટિ વિસ્તારમાં દીપડો જોવા મળી રહ્યો છે. કેશવ સૃષ્ટિમાં રહેતા શ્રમિકોના ઘરની આસપાસ રહેતી મરઘીઓ એકાએક ગાયબ થયા બાદ રાત્રીના અને વહેલી સવારે અવારનવાર દીપડો જોવા મળી રહ્યો છે. આ ભાગોના ગાઢ જંગલમાં આવેલી કેશવસૃષ્ટિ પાસે આવેલી શાળાના પટાંગણમાં પણ દીપડાઓ લટાર મારતા જોવા મળતા હોવાથી વાલીઓ પોતાના બાળકોને સવારે શાળાએ મોકલતા ડરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં 2 ઘાતક બોમ્બ બ્લાસ્ટ- આટલા લોકોના નિપજ્યા મોત

અગાઉ માર્ચ મહિનામાં પણ બિરસામુંડા પાડા ખાતે પ્રથમ વખત દીપડો જોવા મળ્યો હતો. વન વિભાગ દ્વારા કેમેરા ટ્રેપ કર્યા પછી, લગભગ ત્રણ વર્ષનો એક માદા દીપડો ભાયંદર વિસ્તારમાં ફરતો જોવા મળ્યો હતો. થોડા દિવસો પછી દીપડો ગાયબ થઈ ગયો. ત્યારબાદ જુલાઈના અંતમાં દીપડો જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આ દીપડાને કેદ કરવાની માંગ કરી છે. જોકે દીપડાએ હજુ સુધી માનવીઓ પર હુમલો કર્યો ન હોવાથી વનવિભાગે જરૂરી કાળજી લેવા અપીલ કરી છે.  

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં મંત્રીમંડળ વિસ્તરણમાં વિલંબ- એકનાથ શિંદેએ તાબડતોડ સચિવોને સોંપી આ મોટી જવાબદારી

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version