Site icon News Continuous Bureau | Mumbai

Leopard in Mumbai Society। દિંડોશીમાં દીપડાનો ફફડાટ ‘રહેજા હાઇટ્સ’માં એક જ મહિનામાં ત્રીજી વખત દીપડો દેખાતા રહીશો ચિંતિત

Leopard in Mumbai Society। વહેલી સવારે 200 વાગ્યે સોસાયટીના પરિસરમાં લટાર મારતો દેખાયો દીપડો; સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ રહીશોમાં ભારે ગભરાટ.

Leopard in Mumbai Society। દિંડોશીમાં દીપડાનો ફફડાટ ‘રહેજા હાઇટ્સ’માં એક જ મહિનામાં ત્રીજી વખત દીપડો દેખાતા રહીશો ચિંતિત

Leopard in Mumbai Society। દિંડોશીમાં દીપડાનો ફફડાટ ‘રહેજા હાઇટ્સ’માં એક જ મહિનામાં ત્રીજી વખત દીપડો દેખાતા રહીશો ચિંતિત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Leopard in Mumbai Society। મુંબઈના ઉપનગરીય વિસ્તાર દિંડોશીમાં આવેલી ‘રહેજા હાઇટ્સ’ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં દીપડાના સતત વધતા આંટાફેરાને કારણે રહીશો ભારે ભય નીચે જીવી રહ્યા છે. વહેલી સવારે આશરે ૨૦૦ થી ૨૧૫ વાગ્યાના સુમારે ફરી એકવાર દીપડો સોસાયટીના પરિસરમાં ઘૂસી આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા એક જ મહિનામાં આ ત્રીજી એવી ઘટના છે જ્યારે દીપડો આ રહેણાંક સંકુલમાં દેખાયો હોય.

સીસીટીવીમાં કેદ થઈ દીપડાની લટાર

સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે દીપડો પાછળના ભાગેથી પરિસરમાં પ્રવેશ્યો હતો અને શાંતિથી લટાર મારી રહ્યો હતો. વહેલી સવાર હોવાથી અને લોબીમાં કોઈ અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, વારંવાર બનતી આ ઘટનાએ સોસાયટીની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

નેશનલ પાર્કની નજીક હોવાથી વધ્યું જોખમ

આ સોસાયટી સંજય ગાંધી નેશનલ પાર્કની (SGNP) સરહદ નજીક આવેલી હોવાથી વન્યજીવોના આગમનની શક્યતા હંમેશા રહે છે. રહીશોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હવે તેઓ રાત્રે તો ઠીક, પણ સાંજના સમયે બાળકોને નીચે ગાર્ડનમાં રમવા મોકલતા પણ ડરી રહ્યા છે. રહીશોની માંગ છે કે વન વિભાગ આ બાબતે તાત્કાલિક કોઈ કાયમી ઉકેલ લાવે.

વન વિભાગની રહીશોને સલાહ

સોસાયટી મેનેજમેન્ટ દ્વારા આ તાજી ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓએ રહીશોને સાવચેત રહેવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને સોસાયટીના પરિસરમાં પૂરતી રોશની રાખવાની સલાહ આપી છે. વન વિભાગ આગામી દિવસોમાં અહીં પેટ્રોલિંગ વધારી શકે છે.

👉 આ સમાચાર વાચો:
Shani Dev Favorite Zodiac Signs। શનિદેવની રહેશે ખાસ કૃપા! આ ૫ રાશિઓ પર સંકટ આવે તે પહેલા જ ‘ન્યાયના દેવ’ કરે છે રક્ષણ, સાડાસાતીમાં પણ મળે છે અપાર સફળતા

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version