Site icon

મુંબઈમાં પ્રતિબંધો હળવા કરવાને મુદ્દે મુંબઈ મહાનગરપાલિકાએ લીધો આ નિર્ણય જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 10 જુલાઈ  2021

Join Our WhatsApp Community

શનિવાર.

મુંબઈમાં છેલ્લા મહિના દરમિયાન કોરોના  નિયંત્રણમાં આવ્યો છે. કોરોના કેસ 600ની આસપાસ નોંધાઈ રહ્યા છે. દર્દી બમણા થવાનો સમયગાળો પણ વધીને 892 દિવસનો થઈ ગયો છે. કોવિડ પોઝિટિવિટી રેટ મુજબ મુંબઈ હાલ લેવલ 1 માં છે. છતાં કોરોનાની ત્રીજી લહેર અને ડેલ્ટા પ્લસના જોખમને આગળ કરીને મુંબઈમાં ત્રીજા લેવલના પ્રતિબંધને જ ચાલુ રાખવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ  લીધો છે.

મુંબઈમાં રસીકરણ અભિયાન ને લાગી બ્રેક, હવે આ કારણે શહેરમાં બે દિવસ લાભાર્થીઓને રસી આપવામાં આવશે નહીં ; જાણો વિગતે 

મુંબઈમાં કોરોનાના દર્દીની સંખ્યા દૈનિક સ્તરે વધવાનો દર સરેરાશ 0.07 ટકા થઈ ગયો છે. કોરોનાના સક્રિય દર્દીની સંખ્યા પણ 7,000ની આસપાસ આવી ગઈ છે. છતાં મુંબઈની ભૌગલિક રચના અને લોકસંખ્યાની સાથે જ મુંબઈની આજુબાજુના વિસ્તારમાં પ્રતિદિન મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે. તેમાં પાછું નિષ્ણાતોએ કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતા વ્યકત કરી છે. તેથી મુંબઈમાં લેવલ 3 હેઠળના પ્રતિબંધ જ રહેશે એવું પાલિકાના એડિશન કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. કોરોનાના કેસમાં ઘટાડો થયો હોઈ આવતા અઠવાડિયે ફરીથી સ્ટડી કર્યા બાદ પ્રતિબંધો હળવા કરવા બાબતે નિર્ણય લેવાશે એવું તેમણે કહ્યું હતું.

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version