ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર ભૂતપૂર્વ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી સમીર વાનખેડેને ઝટકો આપ્યો છે.
થાણેના કલેક્ટરે નવી મુંબઈમાં સ્થિત તેમની સદગુરુ હોટેલ એન્ડ બારને આપેલું લાઇસન્સ રદ કરી દીધું છે.
1997માં દાખલ કરવામાં આવેલી લાયસન્સ અરજીમાં તેમની ઉંમરની ખોટી રજૂઆત કરવા બદલ કલેકટરે આ કાર્યવાહી કરી છે
થાણે એક્સાઇઝ સુપરિન્ટેન્ડેન્ટ અને સમીર વાનખેડેના વકીલની દલીલો સાંભળ્યા પછી, નાર્વેકરે છ પાનાનો આદેશ જારી કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ હોટેલ અને બારમાં વાઇન, સોફ્ટ લિકર, સ્પિરિટ અને આથો દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવી હતી.
