Site icon News Continuous Bureau | Mumbai

Byculla lift accident: મુંબઈના ભાયખલામાં મોટી દુર્ઘટના ૧૮ માળની બિલ્ડિંગમાં કેબલ તૂટતા લિફ્ટ ચોથા માળેથી પટકાઈ, ૫ લોકો ઈજાગ્રસ્ત

ઘોડાપદેવ ક્રોસ લેન સ્થિત જય કૃપા ટાવરમાં સર્જાયો અકસ્માત, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા.

Byculla lift accident મુંબઈના ભાયખલામાં મોટી દુર્ઘટના ૧૮ માળની બિલ્ડિંગમાં કેબલ તૂટતા

Byculla lift accident મુંબઈના ભાયખલામાં મોટી દુર્ઘટના ૧૮ માળની બિલ્ડિંગમાં કેબલ તૂટતા

News Continuous Bureau | Mumbai
Byculla lift accident મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલી એક ૧૮ માળની બિલ્ડિંગમાં ભયાનક લિફ્ટ દુર્ઘટના બની હતી. લિફ્ટનું કેબલ અચાનક ફેઈલ થઈ જવાને કારણે લિફ્ટ ચોથા માળેથી સીધી નીચે પટકાઈ હતી. આ અકસ્માતમાં લિફ્ટમાં સવાર પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘોડાપદેવના જય કૃપા ટાવરની ઘટના

આ ઘટના ભાયખલાના ઘોડાપદેવ ક્રોસ લેન નંબર ૧ પર આવેલા જય કૃપા ટાવરમાં રાત્રે આશરે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી. લિફ્ટ જ્યારે ચોથા માળે હતી ત્યારે અચાનક તેનું કેબલ તૂટી ગયું હતું અને તે સીધી ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી. અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

Join Our WhatsApp Channel

બચાવ કામગીરી અને ઘાયલોની સ્થિતિ

ઘટનાની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, એમ્બ્યુલન્સ અને BMC ના વોર્ડ સ્ટાફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લિફ્ટમાં ફસાયેલા પાંચેય લોકોને સુરક્ષિત બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Vande Bharat Train: વંદે ભારત ટ્રેનના પૈડાં થંભી ગયા! રાજસ્થાનમાં ૨ ટ્રેનો બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં,જાણો શા માટે રેલવેએ લીધો આ નિર્ણય

લિફ્ટ મેઈન્ટેનન્સ પર ઉઠ્યા સવાલ

પ્રાથમિક તપાસ મુજબ, આ દુર્ઘટના લિફ્ટના કેબલ ફેલ થવાને કારણે થઈ હોવાનું બહાર આવ્યું છે. ૧૮ માળની આટલી ઊંચી બિલ્ડિંગમાં લિફ્ટની જાળવણી અને સુરક્ષા ધોરણો અંગે હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે શું લિફ્ટનું નિયમિત મેઈન્ટેનન્સ કરવામાં આવતું હતું કે નહીં.

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version