Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ!! શું વાત છે. જૂહુ બીચ પર હવે રોજ રાત્રે લાઇટ શો થશે

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકા ચાર કરોડ રૂપિયાના ખર્ચે જૂહુ બીચ પર એક અનોખી સૌંદર્ય યોજના લાગુ કરવા જઈ રહી છે. આ યોજના મુજબ જુહુ બીચ પર રોજ સાંજે લાઈટ શો નું આયોજન કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ માટે મુંબઈ મહાનગરપાલિકાના પ્રશાસને મંજૂરી મેળવી લીધી છે. લાઈટ શોમાં મુંબઈ શહેરનું મહત્વ તેમજ મુંબઈના જાણીતા સ્થળો અને મનોરંજક વસ્તુઓને પ્રસ્તુત કરવામાં આવશે. આ લાઇટ શો અંધારું થઈ ગયા બાદ લોકો સમક્ષ બેથી વધુ વખત એક નિશ્ચિત સમયના અંતરે પ્રસ્તુત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરનો જુહુ બીચ એ વિશ્વપ્રસિદ્ધ જગ્યા છે અને અહીં દેશ-વિદેશથી લોકો ફરવા માટે આવે છે. જોકે લાંબા સમયથી આ બીચનો કાયાપલટ થયો નથી. હવે પ્રશાસન સૌંદર્ય કરણના માધ્યમથી પ્રવાસીઓને વધુ એક વખત બીચ સુધી લઈ આવવા માંગે છે.

Mumbai Diwali Fire Incidents મુંબઈમાં બે દિવસમાં દિવાળી દરમિયાન આગની 89 ઘટનાઓ અંધેરીમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં લિફ્ટમાં ફસાવાથી સિક્યોરિટી ગાર્ડનું મોત
Mumbai Local Train Disruption સવાર સવારમાં મુંબઈકરોના હાલ બેહાલ ફટાકાના કારણે રેલવે સિગ્નલને લાગી આગ
Mumbai Water Shortage મુંબઈમાં પાણીનું ગંભીર સંકટ તળાવોમાં જળસ્તર ઘટતા BMC એ રાજ્ય સરકાર પાસે માગ્યો વધારાનો જથ્થો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Exit mobile version