News Continuous Bureau | Mumbai
Mumbai LitFest 2025 નેશનલ, 12 નવેમ્બર, 2025 – ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ દ્વારા પ્રસ્તુત Literature Live! The Mumbai LitFest ની 16મી એડિશનનું રવિવારે સફળતાપૂર્વક સમાપન થયું હતું જે દેશની સાંસ્કૃતિક અને સાહિત્યની રાજધાની તરીકે શહેરના સ્થાનને વધુ મજબૂત કરે છે. ત્રણ દિવસ સુધી ચાલેલા આ ફેસ્ટિવલમાં ભારત અને વિશ્વભરના 120થી વધુ જાણીતા લેખકો, ચિંતકો અને કલાકારો એકત્રિત થયા હતા.
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર નાદિર ગોદરેજે જણાવ્યું હતું કે સાહિત્યમાં આપણા સમયના સારને ઉજાગર કરવાની, સવાલો પૂછવાની, દિલાસો આપવાની અને જોડવાની શક્તિ છે. Literature Live! The Mumbai LitFest દ્વારા અમે ન કેવળ વાર્તાઓ અને વિચારો, પરંતુ નવીનતા અને પ્રગતિને આગળ ધપાવતી જિજ્ઞાસાની ભાવનાની ઉજવણી કરીએ છીએ. દરેક એડિશન અમારી માન્યતાને મજબૂત બનાવે છે કે સર્જનાત્મકતા, પછી ભલે તે વિજ્ઞાન, વ્યવસાય કે કળાના ક્ષેત્રે હોય, અલગ રીતે કલ્પના કરવાની હિંમતમાં મૂળિયા ધરાવે છે. અમને એક એવું પ્લેટફોર્મ ટકાવી રાખવામાં મદદ કરવાનો ગર્વ છે જે આ કલ્પનાને જીવંત રાખે છે.

આ ફેસ્ટિવલમાં નોબેલ પુરસ્કાર વિજેતા વેંકી રામકૃષ્ણન, બુકર પુરસ્કાર વિજેતા શેહાન કરુણાતિલક, ભૂતપૂર્વ સીજેઆઈ ધનંજય ચંદ્રચુડ, શશી થરૂર, શોભા ડે, જેરી પિન્ટો, લ્યુક કાઉન્ટિન્હો, અનિંદિતા ઘોષ, સ્વાતિ પાંડે, પરોમિતા વ્હોરા, તારિણી મોહન સહિત અગ્રણી કલાકારો હાજર રહ્યા હતા. “Letters to the Future” નામના એક ખાસ ઇન્સ્ટોલેશને ઉપસ્થિત લોકોને આગામી પેઢીના વાંચકો અને લેખકો માટે તેમની આશાઓ શેર કરવા માટે એક અનોખી જગ્યા મળી હતી. વિવિધતા, સમાવેશકતા અને સર્જનાત્મકતા, ભારતીય ઓળખનો વિકાસ અને સામાજિક પરિવર્તનને આગળ ધપાવવા માટે કથાની શક્તિ જેવા વિષયોએ આ વર્ષની ચર્ચાઓમાં પ્રભુત્વ જમાવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં પ્રતિષ્ઠિત Godrej Literature Live! Awards સમાવિષ્ટ હતા, જે ફિક્શન, નોન-ફિક્શન, બિઝનેસ રાઇટિંગ અને નાટ્યલેખનમાં શ્રેષ્ઠતાને સન્માનિત કરે છે. ફેસ્ટિવલના ટોચના સન્માનોમાં પોએટ લૉરિએટ એવોર્ડ અને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અનુક્રમે શ્રી સીતાંશુ યશશ્ચન્દ્ર અને શ્રી વિનોદ કુમાર શુક્લાને તેમના ઉત્કૃષ્ટ સાહિત્યિક યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Bharat Parv 2025: ભારત પર્વ: રંગો, રસો અને રિવાજોનો ઉત્સવ:
ફેસ્ટિવલના કો-ડિરેક્ટર એમી ફર્નાન્ડિઝે ઉમેર્યું હતું કે મુંબઈ લિટફેસ્ટના 16મા વર્ષનું શાનદાર રીતે સમાપન થયું છે. 15 વર્ષ પહેલાં વાચકો અને લેખકોના મેળાવડા તરીકે જેની શરૂઆત થઈ હતી તે હવે શૈલીઓ અને પેઢીઓથી આગળ વધતા વિચારોના જીવંત આદાન-પ્રદાનમાં પરિણમ્યું છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના આ હેતુ માટે અમારી ભાગીદાર છે ત્યારે અમે આ ભાવનાને સતત પોષી રહ્યા છીએ અને સાહિત્યને સુસંગત, સમાવેશક તથા આપણા શહેર મુંબઈ અને આપણી આસપાસની દુનિયાના સાંસ્કૃતિક ધબકારા સાથે ઊંડે સુધી જોડાયેલું રાખીએ છીએ.
સમાવેશકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાના આધારે, આ વર્ષના લિટફેસ્ટે Access for All દ્વારા ઈન્ડિયન સાઇન લેંગ્વેજ (આઈએસએલ) માં 15થી વધુ સેશન્સનું અર્થઘટન કરીને સુલભતાને એક કદમ આગળ વધારી હતી. સંસ્થાએ બાળકો માટે ઝાઇન-મેકિંગ વર્કશોપ પણ યોજી હતી જેનો હેતુ સહાનુભૂતિ અને સર્જનાત્મક અભિવ્યક્તિને પોષવાનો હતો. વધુમાં, ઓપન-એર પ્લાઝા ખાતે સેન્સરી-ફ્રેન્ડલી ટેન્ટમાં ન્યુરોડાયવર્જન્ટ બાળકો અને અન્ય લોકો માટે એક આરામદાયક જગ્યા પૂરી પાડવામાં આવી હતી, જેમાં ટેક્ટાઇલ મટિરિયલ્સ, સોફ્ટ સીટિંગ, નોઇઝ-કેન્સલિંગ એઇડ જેવી સુવિધાઓ હતી અને તાલીમ મેળવેલા ફેસિલિટેટર્સ તેમાં મદદ પૂરી પાડી હતી.