Site icon

પવઈમાં પંગો : સુધરાઈનું જેસીબી કામ કરવા પહોંચ્યું અને સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા.જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર

પવઇ તળાવ પર સાયકલ ટ્રેકનું બાંધકામ અંગે સતત વિરોધ વધી રહ્યો છે. પવઈ લેકની નજીક સ્થિત આઈઆઈટીના વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ વિરોધ કર્યો હતો. ત્યારબાદ અનેક પર્યાવરણ પ્રેમીઓએ તેમનો સાથ આપીને આ કામ અટકાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા, પરંતુ પાલિકાએ આ વિરોધ તરફ ધ્યાન ન આપતા  કામ ચાલુ જ રાખ્યું છે. ગઇકાલે સુધરાઇનું જેસીબી કામ કરવા પહોંચ્યું હતું ત્યારે સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

Join Our WhatsApp Community

કૃષ્ણા અભિષેક પર ટીકા થયા બાદ આ અભિનેત્રીએ ગોવિંદાની બૈરીને ખરીખોટી સંભળાવી  

વિરોધ પ્રદર્શન કરનારા નાગરિકોનું કહેવું છે કે તળાવના પાણીમાં ભરાવ કરીને બાંધતા આ સાયકલ ટ્રેકને લીધે તળાવના મગરોને હાનિ થશે. તેમનું રહેઠાણ અને ઇંડા મૂકવાની જગ્યા છીનવાઈ જશે. પ્રાણી અને મનુષ્ય વચ્ચેનો સંઘર્ષ વધી જશે. પર્યાવરણને નુકસાન કરનારા  સાયકલ ટ્રેકની અમને જરૂર નથી. આ વિરોધ હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો છે.

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version