ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
મલાડ પૂર્વમાં વેપારીઓ દુકાનદારો અને સ્થાનિક લોકોએ સ્કાયવોક નો જોરદાર વિરોધ કર્યો છે. લોકોનું કહેવું છે કે આ સ્કાયવોક ને કારણે દુકાન દારૂનો ધંધો ઓછો થશે અને તેની સાથે સાંકડી ગલીમાંથી પસાર થવાનો હોવાને કારણે લોકોની પ્રાઇવસી પણ જોખમાશે.
હવે મુંબઈ મહાનગરપાલિકાએ લોકોના આરોપોનો જવાબ આપવા માટે પ્લાનમાં થોડો ફેરફાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મુંબઈ મહાનગરપાલિકાએ આ સ્કાયવોક ની ઉપર છાપરા નહીં બાંધે તેમજ સાંકડી ગલીમાંથી લોકોના ઘરની પાસેથી પસાર થતા સ્કાયવોકની બંને તરફ પેક કરી દેવામાં આવશે. આવું કરવાને કારણે સ્કાયવોક થી દુકાનદારો અને વેપારીઓને વધુ સમસ્યા નહીં થાય તેવો મહાનગરપાલિકા નો દાવો છે.