ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ,
૮ ઓગસ્ટ 2021, રવિવાર
મુંબઈ વાસીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે આગામી ૧૫ ઓગસ્ટથી એટલે કે રવિવારના દિવસથી મુંબઇ શહેરના નિવાસીઓ માટે લોકલ ટ્રેન ના દરવાજા ખુલી જશે. આ સંદર્ભે મહારાષ્ટ્રને સંબોધન કરતા રવિવારના દિવસે રાત્રે આઠ વાગ્યે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મુંબઈ શહેરના જે લોકો એ બે ડોઝ લઈ લીધા હોય અને બીજો ડોઝ લીધા ને 14 દિવસ પતી ગયા હોય તેમણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લિકેશનના માધ્યમથી ટિકિટ મળી શકશે. જે વ્યક્તિઓ પાસે એપ્લીકેશન ઉપલબ્ધ નહીં હોય તેવું ટિકિટ બારી પાસે જઈને પોતાના દસ્તાવેજો દેખાડીને ટિકિટ ખરીદવાની રહેશે.
આમ મુંબઈ શહેરવાસીઓ માટે ૧૫ ઓગસ્ટથી લોકલ ટ્રેન ના દરવાજા ખુલી ગયા છે.
વધુ જાહેરાત અને સ્પષ્ટતા આગામી દિવસમાં કરવામાં આવશે.