Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ હવે વધુ સરળ થયો, હવે ટ્રેનમાં આ રીતે પણ એન્ટ્રી મળી શકશે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મહારાષ્ટ્ર સરકારે હવે નિર્બંધો વધુ શિથિલ કરવાના પગલા લેવાની શરૂઆત કરી છે. રાજ્ય સરકારે જાહેર કરેલા લેટેસ્ટ પરિપત્ર મુજબ લોકલ ટ્રેનમાં વેકસીનના બે ડોઝ લીધા પછી યુનિવર્સલ ટ્રાવેલ પાસ મેળવનાર વ્યક્તિને રેલવે સ્ટેશન પરથી માસિક પાસ આપવામાં આવતો હતો. સરકારના આ નિર્ણયને કારણે જે વ્યક્તિએ માત્ર એક વખત ટ્રેનમાં સફર કરવું હોય તે વ્યક્તિને પણ એક મહિનાનો પાસ ખરીદવાની ફરજ પડતી હતી. હવે રાજ્ય સરકારે આ સંદર્ભે નિર્ણય બદલ્યો છે.

રાજ્ય સરકારે લીધેલા નવા નિર્ણય મુજબ હવે વેક્સિન ના બે ડોઝ તેમજ યુનિવર્સલ પાસ મેળવ્યા બાદ કોઈપણ વ્યક્તિએ દર મહિને પાસ લેવાની જરુર નહીં પડે. હવે યુનિવર્સલ પાસ ધરાવતી કોઈપણ વ્યક્તિ દૈનિક ટિકિટ પણ ખરીદી શકશે. સરકારે આ નિર્ણય ને લાગુ કરી દીધો છે. સરકારના આ નિર્ણયને કારણે લોકો નો પ્રવાસ હવે પહેલા કરતાં સસ્તો બનશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે લોકલ ટ્રેનમાં ૧૮ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને પ્રવેશ આપી દીધો છે.

 

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version