ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર
આજે મહારાષ્ટ્રમાં મંત્રીમંડળની બેઠક થવાની છે. આ બેઠકમાં આખા મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ વિશે વિસ્તારથી ચર્ચા થશે. મહારાષ્ટ્રમાં ૧લી મેના દિવસે સવારે સાત વાગે લોકડાઉન પતશે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પરિસ્થિતિ ખરાબ છે પરંતુ મુંબઇ અને પુના જેવા મોટા શહેરોમાં પરિસ્થિતિમાં ઝડપી સુધારો આવ્યો છે. આ વાતને ધ્યાનમાં લેતા મહારાષ્ટ્રમાં હવે શું પગલાં લેવામાં આવશે તે સંદર્ભે સર્વે કોઈની નજર છે. મંત્રી વિજય વડટ્ટીવારે એવા સંકેત આપ્યા છે કે મહારાષ્ટ્રમાં એક અથવા બીજા પ્રકારના પ્રતિબંધો ચાલુ રહેશે.
જોકે મુંબઈ શહેર માટે ચોક્કસપણે શું નિર્ણય લેવાય છે તે સંદર્ભે રહસ્ય અકબંધ છે….
દેશના 10 રાજ્યોમાં કોરોનાનો આતંક સૌથી વધારે. જાણો કયા છે આ 10 રાજ્યો.