Site icon

Mangal Prabhat Lodha: મુંબઈ ઉપનગરોમાં મહિલાઓને વિશેષ ‘સુરક્ષા કવચ‘, આ તારીખથી યુવતિઓને મળશે સ્વ-રક્ષણની તાલીમ..

Lodha Orders Enhanced Security Measures for Women, Children in Mumbai Suburban

Lodha Orders Enhanced Security Measures for Women, Children in Mumbai Suburban

News Continuous Bureau | Mumbai

Mangal Prabhat Lodha: મુંબઈ, તા: ૨૧ ઓગસ્ટ: મહાનગર મુંબઇમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા અને જાતિય સતામણીના બનાવો સામે સ્વરક્ષણની તાલિમ માટે હવે તંત્ર સાબદું થયું છે. રાજ્યનાં કેબિનેટ પ્રધાન અને મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મુંબઈ ઉપનગરના જિલ્લા કલેક્ટરને એક પત્ર દ્વારા મહિલાઓ અને બાળકોની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. મહિલાઓ અને બાળકો સામેની હિંસા રોકવા માટે આ પત્રમાં મુખ્યત્વે કહેવામાં આવ્યું છે કે મુંબઈના ઉપનગરોમાં આવેલી વિવિધ શાળાઓ અને કોલેજોમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે.

આજે બાંદ્રામાં મુંબઈ ઉપનગરીય કલેક્ટર કચેરી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બોલતી વખતે, કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ માહિતી આપી હતી કે રાજ્યની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ અને મુંબઈના ઉપનગરોની દરેક કોલેજોમાં આગામી ૧ લી સપ્ટેમ્બર થી યુવતિઓને સ્વ-રક્ષણની તાલીમ શરૂ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચોઃPainting Exhibition in Ahmedabad:અમદાવાદમાં પેઈન્ટિંગ પ્રદર્શન, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે વિવિધ કળાકૃતિઓનું કર્યું અવલોકન.

મંત્રી લોઢાએ પોતાના પત્રમાં કહ્યું હતું કે, “મહિલાઓ અને બાળકો સામે વધી રહેલી હિંસા સરકાર, પ્રશાસન અને આપણા સમાજ માટે ચિંતાનો વિષય છે. બદલાપુરમાં બનેલી ઘટનાના જવાબમાં નાગરિકોએ કેટલાક ઉપાયો સૂચવ્યા છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેજીથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ સંસ્થાઓએ તેમને સોંપવામાં આવેલ સ્ટાફની પણ તપાસ કરવી જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય.

પત્રમાં મંત્રી લોઢાએ નીચેના નિર્દેશો આપ્યા છે,

૧. શાળા પરિસરમાં, શૌચાલય સિવાય સમગ્ર પરિસર સીસીટીવીથી આવરી લેવા જોઈએ. આ માટે કેમેરા લગાવવા જોઈએ અને બીટ માર્શલ/ મોબાઈલ પોલીસ ટીમે સમયાંતરે ખરાઈ કરવી જોઈએ કે તેઓ સુરક્ષિત અને સારી સ્થિતિમાં છે.

૨. છોકરીઓના શૌચાલયની બહાર કાયમી દેખરેખ માટે મહિલા કર્મચારીની નિમણૂક કરવી જોઈએ.

૩. સગીર બાળાઓ અને ધોરણ ૧૦ માં ભણતી છોકરીઓ માટે શૌચાલયની સફાઈ કર્મચારીઓ મહિલાઓ હોવી જોઈએ.

૪. વિદ્યાર્થીઓ માટે કામ કરતી બસો, ટેક્સી, વાનમાં એક મહિલા કર્મચારી હોવી જોઈએ.

૫. શાળામાં કામ કરતા સફાઈ કામદારોનું પોલીસ વેરીફીકેશન કરાવવું જોઈએ.

આ સમાચાર પણ વાંચોઃIndia Chem 2024:અમદાવાદમાં ઈન્ડસ્ટ્રી મીટનું આયોજન, નવા રોકાણો આકર્ષવા અને મજબૂત નીતિઓ સાથે સુસંગત નવીનતાઓનું પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત..

૬. શાળા પ્રશાસને છોકરીઓને સ્વરક્ષણના પાઠ ભણાવવા માટે સ્થાનિક એનજીઓની મદદ લેવી જોઈએ.

૭. શાળામાં કટોકટીના કિસ્સામાં, બાળક/બાળકોએ શાળાને હેલ્પલાઈન નંબર ૧૦૯૮ પર જાણ કરવી જોઈએ. આ કિસ્સામાં, પોસ્ટરો શાળામાં લગાવવા જોઈએ.

૮. શાળામાં મહિલા વાલીઓની અલગ કમિટી બનાવવી જોઈએ. છોકરીઓની સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટે દર મહિને આ કમિટીની બેઠક યોજવી જોઈએ.

૯. તમામ શાળાઓ અને કોલેજોને કટોકટીની સ્થિતિમાં મહિલાઓ અને છોકરીઓ માટે હેલ્પલાઈન ૧૮૧ નો ઉપયોગ કરવા વિશે દરેક વર્ગખંડ, વિસ્તારમાં પોસ્ટર લગાવવાની સૂચના આપવી જોઈએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Exit mobile version