Site icon

Lok Sabha Election 2024: થાણેમાં વીઆઈપી પ્રમોશન માટે 9 હેલિપેડ તૈયાર, પરંતુ ચૂંટણી વિભાગની પરવાનગી રહેશે ફરિજીયાત..

Lok Sabha Election 2024: ચૂંટણી દરમિયાન પ્રચાર માટે હેલિકોપ્ટરને ઉડાડતા અને ઉતરતા પહેલા ચૂંટણી વિભાગની પરવાનગી લેવી ફરિજીયાત રહેશે. ઉપજિલ્લા ચૂંટણી વિભાગે નિવેદન આપતા કહ્યું હતું કે, આ પરવાનગી માટે એક ખાસ વિભાગ બનાવવામાં આવ્યો છે.

Lok Sabha Election 2024 9 helipads ready for VIP promotion in Thane, but permission from Election Department will be mandatory..

Lok Sabha Election 2024 9 helipads ready for VIP promotion in Thane, but permission from Election Department will be mandatory..

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election 2024: ચૂંટણી દરમિયાન પ્રચાર માટે વરિષ્ઠ નેતાઓના આગમનનો સમય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમની અવરજવરનીને ધ્યાનમાં લેતા આ વખતે હેલિકોપ્ટરના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવે તેવી પૂરી શક્યતા છે. તેથી થાણે જિલ્લામાં એક-બે નહીં, પરંતુ નવ હેલિપેડ તૈયાર રાખવામાં આવ્યા છે. પરંતુ આ માટે ચૂંટણી વિભાગની પરવાનગી લેવાની રહેશે. 

Join Our WhatsApp Community

સ્પષ્ટતા કરવામાં આવી છે કે હેલિકોપ્ટરને ( helicopter ) ઉડાડતા અને ઉતરતા પહેલા ચૂંટણી વિભાગની ( Election Department ) પરવાનગી લેવી ફરિજીયાત રહેશે. ઉપજિલ્લા ચૂંટણી વિભાગે નિવેદન આપતા કહ્યું હતું કે, આ પરવાનગી માટે એક ખાસ વિભાગ બનાવવામાં આવ્યો છે.

 ચૂંટણી વિભાગની પરવાનગી લેવી ફરિજીયાત રહેશે..

થાણે ( Thane ) જિલ્લામાં થાણે, કલ્યાણ અને ભિવંડી લોકસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. હાલ થાણે જિલ્લાના જ રાજ્યના મુખ્ય પ્રધાન છે. તો કેન્દ્રીય રાજ્યમંત્રી પણ આ જિલ્લાના છે. તેથી આ જિલ્લાને રાજકીય મહત્વ પ્રાપ્ત થયું છે. કલ્યાણ અને ભિવંડી લોકસભાની હરીફાઈનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. એકંદરે ત્રણેય સ્થળોએ ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે અને સભાઓ, રોડ શો, ચોક સભાઓ અને રેલીઓ પણ શરૂ કરી દીધી છે. જેમ જેમ પ્રચારની ( Election Campaign ) તીવ્રતા વધશે તેમ તેમ પ્રચાર સભાઓ માટે વરિષ્ઠ નેતાઓની મુલાકાતો પણ વધશે તે વાતને નકારી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં નેતાઓએ અનેક જગ્યાએ જવું પડતુ હોય છે. તેમ જ ઉનાળાની ઋતુ છે તેથી ગરમી ખૂબ જ રહેવાની. વાહનોની સંખ્યા વધવાને કારણે ભીડ થવાની પણ હાલ ભીતિ છે. ભીડ વધવાને કારણે કાર દ્વારા મુસાફરીમાં વધુ સમય લાગવાની શક્યતા પણ છે.

આ સમાચાર પણ વાંચો : Dharavi Redevelopment : અદાણી જુથની મોટી યોજના, ધારાવીના તમામ રહીશોને મળશે આવાસ, સરકારની ભાડા યોજના હેઠળ અયોગ્ય પરિવારો માટે પણ આવાસ…

દરમિયાન, લોકસભા ચૂંટણી 2024 માટે લાગુ આચારસંહિતાનું ( Code of Conduct ) ચુસ્તપણે પાલન કરવા માટે, ચૂંટણીના સમયગાળા દરમિયાન આ હેલિપેડ પર હેલિકોપ્ટરના ઉડ્ડયન અને ઉતરાણ માટે ચૂંટણી વિભાગની પરવાનગી લેવી ફરજિયાત રહેશે. તેમજ ચૂંટણી વિભાગે કહ્યું કે આ માટે 48 કલાકથી સાત દિવસ પહેલા પરવાનગી લેવી પડશે અને તેના માટે એક વિભાગ પણ બનાવવામાં આવ્યો છે.

Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Mumbai demography change: સાવધાન! મુંબઈની ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત કાવતરું? વિકાસ કે વોટબેંકની આંધળી દોટ?
Exit mobile version