Site icon

Lok Sabha Election 2024: મુંબઈની નોર્થ સેન્ટ્રલથી બેઠક પર આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમને ભાજપે ઉમેદરવારની કરી જાહેરાત.

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ આજે ​​લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 15મી યાદી જાહેર કરી છે. ભાજપે પૂનમ મહાજનની ટિકિટ રદ્દ કરી છે. જ્યારે આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમને ઉત્તર મધ્ય મુંબઈથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Lok Sabha Election 2024 BJP has announced the candidacy of Ujjwal Nikam, the lawyer who hanged terrorist Kasab, from North Central in Mumbai...

Lok Sabha Election 2024 BJP has announced the candidacy of Ujjwal Nikam, the lawyer who hanged terrorist Kasab, from North Central in Mumbai...

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election 2024: મુંબઈમાં ભાજપે ઉત્તર મધ્ય મુંબઈથી વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમને ( ujjwal nikam ) ઉમેદવાર બનાવ્યા છે. આ મતવિસ્તારના વર્તમાન સાંસદ પૂનમ મહાજનની ટિકિટ રદ્દ કરીને ભાજપે આ મોટો નિર્ણય લીધો છે. દરમિયાન, ટિકિટ મળતાં જ તેણે કામ શરૂ કરી દીધું છે. આજે (28 એપ્રિલ) તેમણે મુંબા દેવીના દર્શન કરીને અભિયાનનું નારિયેળ ફોડ્યું હતું. આ ચૂંટણીમાં ઉજ્જવલ નિકમને કેટલી સફળતા મળશે તે અંગે જોવુ રસપ્રદ રહેશે. 

Join Our WhatsApp Community

ઉજ્જવલ નિકમે મુંબા દેવીની મુલાકાત લીધી હતી. એ પછી તેઓ ચૈત્યનભૂમિ પર ગયા હતા અને ડૉ. બાબાસાહેબ આંબેડકની સ્મૃતિને પણ તેમણે વંદન કર્યા હતા. દરમિયાન તેમણે છત્રપતિ શિવાજી મહારાજ મેદાનમાં બાળાસાહેબ ઠાકરેની સ્મૃતિને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ દાદર ખાતે સ્વાતંત્ર્યવીર સાવરકર સ્મારક ગયા અને સાવરકરને અભિવાદન કર્યું હતું. એટલે કે નિકમે ભાજપ દ્વારા ઉમેદવારી જાહેર કર્યા બાદ હું વ્યાપક અને યોગ્ય ઉમેદવાર( Lok Sabha Candidate )  છું તે બતાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉમેદવારીની જાહેરાત બાદ આજે તેમણે પ્રચારનું નારિયેળ ફોડ્યું હતું. હવે તે ઉત્તર મધ્ય મુંબઈની ( Mumbai North Central ) આ બેઠક જીતવા માટે મેદાનમાં ઉતર્યા છે.

 Lok Sabha Election 2024: કોંગ્રેસે ઉજ્જવલ નિકમની સામે વર્ષા ગાયકવાડને ટિકિટ આપી છે…

ભાજપે ( BJP ) તેમને ટિકિટ આપ્યા બાદ નિકમે પ્રતિક્રિયા આપી હતી કે, મુંબઈ ઉત્તર મધ્ય મતવિસ્તારના લોકોના મુદ્દાઓ લોકસભામાં ઉઠાવવા માટે મારી પસંદગી કરવામાં આવી છે. મારા જીવનની આ બીજી રાજકીય ઇનિંગ શરૂ કરતા પહેલા, મેં મુંબા દેવીની મુલાકાત લીધી હતી. નિકમે વધુમાં કહ્યું હતું કે, મેં મુંબા દેવીના દર્શન એટલા માટે કર્યા હતા કે મને સંસદમાં લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે મને બળ મળે.”

તેમજ બાબાસાહેબ આંબેડકર, બાળાસાહેબ ઠાકરે અને વીર સાવરકરને વંદન કરીને હું મારા અભિયાનની શરૂઆત કરી રહ્યો છું. તેથી કોઈએ આ વસ્તુમાંથી કોઈ અલગ અર્થ ન લેવો જોઈએ. તેમજ પૂનમ મહાજનને પાર્ટી દ્વારા નવી જવાબદારી આપવામાં આવી શકે છે. હું હાલ તેમના વિશે કંઈ કહી શકું તેમ નથી.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: મુંબઈમાં કોંગ્રેસની 2 બેઠકો પર પેચ ફસાયો; મહાયુતિમાં થાણે અને પાલઘર સહિત છ બેઠકો પર હજુ પણ પસંદગી કરવામાં આવી નથી

ઉલ્લેખનીય છે કે, ઉત્તર મધ્ય મુંબઈ મતવિસ્તારના વર્તમાન સાંસદ પૂનમ મહાજનની ટિકિટ કાપીને ભાજપે ઉજ્જવલ નિકમને ટિકિટ આપી હતી. જેના કારણે પૂનમ મહાજનના સમર્થકો હાલ નારાજ થવાની શક્યતા છે. કારણ કે નિકમ અગાઉ ભાજપમાં સક્રિય નહોતા. તેથી હાલ એ પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે કે તેઓ ભાજપમાં જોડાતાની સાથે જ તેમને સીધા ઉમેદવારી કઈ રીતે આપવામાં આવી રહી છે. આ કારણે નિકમને આંતરિક પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે.

બીજી તરફ કોંગ્રેસે ઉજ્જવલ નિકમની સામે વર્ષા ગાયકવાડને ટિકિટ આપી છે. તે એક અનુભવી રાજકારણી છે. તે ઘણા વર્ષોથી મુંબઈમાં કામ કરી રહી છે. તેથી તેમનો જનસંપર્ક મોટો છે. ખાસ કરીને, મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષ શિવસેના (ઠાકરે જૂથ)એ પણ વર્ષા ગાયકવાડ માટે પ્રચારની ભૂમિકા નિભાવી છે. તેથી ભવિષ્યમાં વર્ષા ગાયકવાડ સામે ટકી રહીને તેમનો સામનો કરવો એ પણ નિકમ માટે મહત્ત્વનો અને મોટો પડકાર છે. તેથી ભવિષ્યમાં આ બેઠક પર કોની જીત નિશ્વિત થશે તે જોવું ઘણું રસપ્રદ રહેશે.

Eknath Shinde: મુંબઈથી નવી મુંબઈનો પ્રવાસ થશે સરળ! જાણો કેમ ઉપમુખ્યમંત્રીનો ‘આ’ મહત્વાકાંક્ષી પ્રસ્તાવ છે ચર્ચામાં?
UPI Launch: દેશ જ નહીં હવે વિદેશ માં પણ વાગશે UPIનો ડંકો,પીયૂષ ગોયલ એ આ દેશ માં સિસ્ટમ લોન્ચ કરતા કહી આવી વાત
Mumbai Water Cut: મુંબઈવાસીઓ માટે જરૂરી સમાચાર: ૭ થી ૯ ઓક્ટોબર દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં ૧૦% પાણીકાપ
Gold Price Fall: સોનાના ભાવ ૮૦,૦૦૦ સુધી ગગડી શકે છે, જાણો એક્સપર્ટ શું કહે છે.
Exit mobile version