Site icon

Maharashtra assembly election 2024: મુંબઈના આ એક કોર્પોરેટરે પાર્ટી બદલી અને તેની સાથે જ ચૂંટણી પહેલા એક સીટ પર ભાજપ મજબૂત થઈ…

Maharashtra assembly election 2024: રવિ રાજા એક મજબૂત નેતા છે અને આશરે બે વોર્ડમાં તેઓ વગ ધરાવે છે. આ પરિસ્થિતિમાં રવિ રાજાની ભાજપમાં એન્ટ્રી થવાને કારણે કેપ્ટન તમિલ સેલવનની પરિસ્થિતિ મજબૂત થઈ ગઈ છે.

Maharashtra assembly election 2024: This corporator from Mumbai changed party and with it

Maharashtra assembly election 2024: This corporator from Mumbai changed party and with it

News Continuous Bureau | Mumbai

Maharashtra assembly election 2024: મુંબઈની સાયનની વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિગત ચૂંટણીની તુલનાએ નબળી હતી. અહીં વર્તમાન ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કેપ્ટન તમિલ સેલવન છે. પરંતુ મોજુદા સમયમાં આ ચૂંટણી ભાજપ માટે અઘરી બની હતી કારણ કે લોકસભાની ચૂંટણી દરમિયાન આ વિધાનસભા સીટ પર ભાજપ આશરે 10,000 જેટલા વોટથી પાછળ ચાલી રહ્યું હતું. આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી વધુ એક વખત આ સીટ જીતી શકે છે કે કેમ તે બહુ મોટો સવાલ હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Maharashtra assembly election 2024: મીરા રોડને મહાયુતી ઓળખી ન શકી. ગીતા જૈન અને નરેન્દ્ર મહેતા આમને સામને. શું મુઝફ્ફર હુસૈન કોંગ્રેસથી ચૂંટણી જીતી જશે?

રવિ રાજાએ પાર્ટી બદલી નાખી

હવે ગત 24 કલાકમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક વરિષ્ઠ નેતા એટલે કે રવિ રાજાએ પાર્ટી બદલી નાખી છે. રવિ રાજા મુંબઈ મહાનગરપાલિકાના કોર્પોરેટર રહી ચૂક્યા છે તેમજ તેઓ આ સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના મજબૂત દાવેદાર હતા. જોકે કોંગ્રેસ પાર્ટી એ તેમને સીટ આપી નહીં જેથી તેઓ નારાજ થઈ અને હવે ભારતીય જનતા પાર્ટી સાથે આવી ગયા છે. રવિ રાજા એક મજબૂત નેતા છે અને આશરે બે વોર્ડમાં તેઓ વગ ધરાવે છે. આ પરિસ્થિતિમાં રવિ રાજાની ભાજપમાં એન્ટ્રી થવાને કારણે કેપ્ટન તમિલ સેલવનની પરિસ્થિતિ મજબૂત થઈ ગઈ છે.

Vikhroli: વિક્રોલીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન દુર્ઘટના: રમી રહેલી ૩ વર્ષની બાળકી પર લાઉડસ્પીકર પડતા મોત; આયોજકો સામે FIR.
India-EU Trade Deal Final: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પૂર્ણ, લક્ઝરી કાર, દવા અને વાઈનના ભાવમાં થશે ધરખમ ઘટાડો.
Dahisar: દહિસરના અશોકવનમાં વાહનોમાં ભીષણ આગ: અનેક ટુ-વ્હીલરો બળીને ખાખ; નશાખોર તત્વોએ આગ લગાડી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.
SGNP: સંજય ગાંધી નેશનલ પાર્ક આદિવાસીઓ પર ઘર ગુમાવવાનું સંકટ:ના પ્રશાસનની બે દિવસની નોટિસથી વિવાદ; રજાઓનો લાભ ઉઠાવ્યાનો આક્ષેપ.
Exit mobile version