Site icon

Maharashtra assembly election Gopal shetty: બોરીવલીમાં મોટો ડખો. ગોપાલ શેટ્ટી મેદાનમાં ઉતર્યા. હવે અપક્ષ લડશે.

Maharashtra assembly election Gopal shetty: ગોપાલ શેટ્ટીને ટિકિટ ન મળતા તેમણે અપક્ષનું ફોર્મ ભર્યું છે અને ચૂંટણી લડવા પ્રતિબધ્ધ છે.

Maharashtra assembly election Gopal shetty to contest elections as an independent

Maharashtra assembly election Gopal shetty to contest elections as an independent

News Continuous Bureau | Mumbai

Maharashtra assembly election Gopal shetty: ભારતીય જનતા પાર્ટી માટે બોરીવલી ની સીટ પહેલી વખત ચેલેન્જ સીટ બની ગઈ છે. પાર્ટીએ બોરીવલીને સેફ ઝોન સમજીને લોકોની ભાવનાઓની કદર કર્યા વગર માત્ર ભાજપના નામ પર ચમચાઓને ટિકિટ આપવાનું શરૂ કર્યું. ગત બે ટર્મથી બહારના ઉમેદવારો બોરીવલી થી ચૂંટણી લડે છે અને હવે ત્રીજી ટર્મ પણ બહારથી ઉમેદવારને મેદાને ઉતાર્યો છે. આનાથી એવું પ્રતીત થઈ રહ્યું છે કે બોરીવલીના ભાજપના કાર્યકર્તાઓ માં કોઈ દમ નથી. એકેય કોર્પોરેટર એવો નથી જેને ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય બનાવવો જોઈએ. આટલું જ નહીં એકેય કાર્યકર્તા પણ એવું નથી કે જેનામાં નેતાના ગુણ હોય. (આવું ભાજપના નેતાઓ માને છે) આ કારણથી બોરીવલીના ભાજપના કાર્યકર્તાઓને કિનારે મૂકીને બહારના કાર્યકર્તાઓને મોકો આપવામાં આવે છે. આ સંપૂર્ણ પરિસ્થિતિમાં હવે ભૂતપૂર્વ કોર્પોરેટર તેમજ ધારાસભ્ય અને સાંસદ એવા ગોપાલ શેટ્ટી મેદાને ઉતર્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : BJP Maharashtra Election 2024 : બોરીવલી વિધાનસભા સીટ એટલે ભાજપ માટે ટ્રોફી સીટ, જે મોટા નેતાની સારી ચમચાગીરી કરે તેને પુરસ્કાર સ્વરૂપે બોરીવલીની ટિકિટ મળે.

ગોપાલ શેટ્ટી લડશે અપક્ષ ચૂંટણી 

ગોપાલ શેટ્ટીને ટિકિટ ન મળતા તેમણે અપક્ષનું ફોર્મ ભર્યું છે અને ચૂંટણી લડવા પ્રતિબધ્ધ છે. તેમણે પોતાના પ્રચાર દરમિયાન સ્થાનિક ઉમેદવાર વિરુદ્ધ બહારના ઉમેદવારને મુદ્દો બનાવ્યો છે.હવે જોવાનું એ રહે છે કે આ ચૂંટણીમાં આગળ શું થાય છે.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version