ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ, 2022,
શનિવાર,
મહારાષ્ટ્રમાં નવાબ મલિકની ધરપકડ બાદ સરકાર અને વિપક્ષ આમને સામને આવી ગયા છે.
ભાજપ સતત નવાબ મલિકના રાજનામાંની માગં કરી રહ્યું છે.
આ કડીમાં ભાજપ આગામી 9 માર્ચ, 2022ના રોજ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ‘નવાબ મલિકને હટાવ… મુંબઈ બચાવ..’ મોરચો કાઢશે.
ભાયખલા વિસ્તારમાં વીર જીજામાતા ઉદ્યાનથી આઝાદ મેદાન સુધી આ વિશાળ મોરચો કાઢવામાં આવશે.
શુક્રવારે ચર્ચગેટની કેસી કોલેજમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ઉપરોક્ત નિયમ લેવામાં આવ્યો છે.
આ પ્રસંગે મુંબઈના સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો, મુંબઈના પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખ/મહામંત્રી, મંડળના પ્રમુખ, વોર્ડ પ્રમુખ, મુંબઈ સેલ-એલાયન્સના વડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
