ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
મુંબઈમાં કોરોનાને કારણે આંશિક લોકડાઉન લાગુ હોવા છતાં ગુનાખોરીમાં કોઈ ઘટાડો થયો નથી.
મુંબઈ પોલીસે જાહેર કરેલા આંકડા અનુસાર 2021 માં શહેરમાં અપરાધિક કેસોમાં 26 ટકાનો વધારો થયો છે.
શહેરમાં 2021માં કુલ 64656 ગુનાહિત કેસ નોંધાયા છે.
અગાઉ 2020માં કુલ 51068 કેસ તો 2019માં કુલ 41951 કેસ નોંધાયા હતા, જ્યારે 2018માં માત્ર 33182 કેસ નોંધાયા હતા.
આમ મુંબઈમાં ચાર વર્ષમાં ગુનાખોરીમાં 94 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
