ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ, 11 જૂન 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર સરકારે કૅબિનેટ મિટિંગમાં એક મોટો નિર્ણય લીધો છે, જે મુજબ આખા રાજ્યમાં જે વૃક્ષ ૫૦ વર્ષથી વધુનું હોય એ વૃક્ષને હેરિટેજનો દરજ્જો આપવામાં આવશે. આ માટે એક અલગ પ્રાધીકરણ બનાવવામાં આવશે. આ પ્રાધીકરણ આખા મહારાષ્ટ્રમાં પચાસ વર્ષથી વધુ વયનાં વૃક્ષોને હેરિટેજનું સર્ટિફિકેટ આપશે.
એસ્સેલ વર્લ્ડ ની સફર મુંબઈની બેસ્ટ બસમાં, ચાલુ બસે ઘૂંટણ જેટલા પાણી ઘૂસી ગયા. જુઓ વિડિયો
સરકારના આ નિર્ણયને કારણે અનેક ઘેઘૂર વડલાઓ તેમ જ પીપળા અને નાળિયેરીનાં વૃક્ષો કપાતાં બચી જશે.
