Site icon

મુંબઈગરાઓ માટે ખુશખબરી.. આવતાં અઠવાડિયા સુધીમાં લોકલ ટ્રેન શરૂ થવાની સંભાવના.. ધાર્મિક સ્થળો પણ ખુલી શકે છે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 સપ્ટેમ્બર 2020

રાજ્ય સરકાર તમામ મુસાફરો માટે ઉપનગરીય ટ્રેન શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં લોકલ ટ્રેન માં માત્ર જીવન જરૂરિયાત અને અતિઆવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને પ્રવેશ આપવામાં આવે છે.  જો બધું જ બરાબર રહેશે, તો વધારાની સેવાઓ એક અઠવાડિયાની અંદર સામાન્ય લોકો માટે પણ કાર્યરત થઈ જશે. સૂત્રોએ જણાવ્યું કે બુધવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે કોવિડ -19 ટાસ્ક ફોર્સની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને રેલ્વે સાથે સંકલન કરવા જણાવ્યું હતું. કેન્દ્રીય અને પશ્ચિમ રેલ્વેએ કહ્યું છે કે,  તેઓ વધુ ટ્રેનો દોડાવવા સજ્જ છે.

 

નોંધનીય છે કે 28 ઓગસ્ટના રોજ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે સેન્ટ્રલ રેલ્વે (સીઆર) એ કેવી રીતે એક દિવસની સૂચના પર ટ્રેનોને ફરી શરૂ કરવાની તમામ વ્યવસ્થા કરી લીધી હતી. ત્યારે અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ ફક્ત રાજ્ય અને કેન્દ્ર સરકારના નિર્દેશોની રાહ જોઈ રહ્યા છે. 

આ અંગે એક મુસાફરે જણાવ્યું હતું કે  "કોરોનાનો ચેપ લાગવાનું જોખમ હોવા છતાં, વધારાની ટ્રેનો, વહેલા કે મોડા દોડાવવી પડશે જ પછીની સેવામાં મૂકવી પડશે. હાલ માન્ય મુસાફરોને ટ્રેનોમાં બેસવા માટે ક્યૂઆર કોડ આપવામાં આવ્યા છે. 

બીજી એક હિલચાલમાં, સરકાર ધાર્મિક સ્થળોને પણ ફરીથી ખોલવા દેવાની તૈયારી કરી રહી છે પરંતુ શરત સાથે કે દેવાલયો પાસે ભીડનું સંચાલન કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવશક્તિ હોવી જોઈએ. મુંબઈમાં સિદ્ધિવિનાયક, શિરડીમાં સાંઈ બાબા, શેગાંવમાં ગજાનન મહારાજ અને પંઢરપુરમાં વિઠ્ઠલ-રઘુમાઈ જેવા મંદિરોનો સમાવેશ થાય છે. જ્યાં ભીડનું સંચાલન માટે પહેલેથી જ નિયમો લાગુ છે. કેટલાક સુસજ્જ મંદિર ટ્રસ્ટ ભક્તોની ઓનલાઇન નોંધણી કરવાનું શરૂ કરી શકે છે અને પ્રવેશની મંજૂરી આપવા માટે કોડિંગ સિસ્ટમનું 

પાલન કરશે. જેથી કોરોનાની સરકારી ગાઈડલાઈન નું પણ પાલન થઈ શકે..

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version