Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ

મુંબઈ : મુંબઈની સુરક્ષાના મુદ્દે રોહિંગ્યા અને ઘૂસણખોર બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવનાર મુંબઈ ઉપનગરના સહ-પાલક મંત્રી મંગલપ્રભાત લોઢાને મલાડ-માલવણીના કોંગ્રેસ ધારાસભ્ય અસ્લમ શેખે ધમકી આપી હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.

Mangal Prabhat Lodha threat case મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય

News Continuous Bureau | Mumbai

Mangal Prabhat Lodha threat case  મુંબઈની સુરક્ષાના મુદ્દે રોહિંગ્યા અને ઘૂસણખોર બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવનાર મુંબઈ ઉપનગરના સહ-પાલક મંત્રી મંગલપ્રભાત લોઢાને મલાડ-માલવણીના કોંગ્રેસ ધારાસભ્ય અસ્લમ શેખે ધમકી આપી હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મંત્રી લોઢાએ આ મામલે મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતીને પત્ર લખીને સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
મુંબઈ ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત સાટમે પણ શેખની ધમકી પર ભારે ગુસ્સો વ્યક્ત કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Join Our WhatsApp Community


રાજ્યના કૌશલ્ય વિકાસ મંત્રી મંગલપ્રભાત લોઢાએ માલવણી વિસ્તારમાં રોહિંગ્યા અને ઘૂસણખોર બાંગ્લાદેશીઓ સામે મોહિમ શરૂ કરી છે, જેના સતત ફોલો-અપના કારણે પ્રશાસન દ્વારા હાલમાં તે વિસ્તારમાં અનધિકૃત બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. મંત્રી એ આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય અસ્લમ શેખ અનધિકૃત બાંધકામને વેગ આપીને મુંબઈની સુરક્ષા સાથે રમત રમી રહ્યા છે, કારણ કે મુંબઈ આતંકવાદીઓના હિટલિસ્ટ પર છે. મંત્રી લોઢાએ પોતાના પત્રમાં જણાવ્યું કે અસ્લમ શેખ ઘૂસણખોર બાંગ્લાદેશીઓના અનધિકૃત બાંધકામો સામેની કાર્યવાહીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સરકારી કામમાં અવરોધ ઊભા કરી રહ્યા છે. મંત્રી એ આ કાર્યવાહીનું ફોલો-અપ કરી રહ્યા હોવાથી અસ્લમ શેખે તેમને અને તેમના પરિવારને ધમકી આપી છે.

આ સમાચાર પણ વાંચો : Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે

આ મામલે મુંબઈ ભાજપના અધ્યક્ષ અમિત સાટમે પણ ગુસ્સો વ્યક્ત કરીને પોલીસ કમિશનરને મંત્રી લોઢાની ફરિયાદની ગંભીર નોંધ લેવા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Maharashtra:થાણેમાં માર્ગ અકસ્માતનો તાંડવ: તેજ રફતાર કારની ટક્કરે ૪નો જીવ લીધો! શિવસેના નેતાની પત્ની સહિત ૪ ઘાયલ, CCTV ફૂટેજથી ખુલાસો
Exit mobile version