Site icon

તો નક્કી- BMCમાં 236 નહીં પણ આટલા જ વોર્ડ રહેશે- મહારાષ્ટ્ર વિધાનસભાએ મંજૂર કર્યો આ ઠરાવ

BMC: 22 thousand hawkers are only voters, but not eligible to vote in Town Vending Committee elections.

BMC: 22 thousand hawkers are only voters, but not eligible to vote in Town Vending Committee elections.

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકામાં(BMC) 236 વોર્ડ કરવાના મહાવિકાસ આઘાડી સરકારને(Mahavikas Aghadi Govt) નિર્ણયને શિંદે-ફડણવીસની સરકારે(Shinde-Fadnavis government) ઉલટાવી નાખ્યો છે. બુધવારે સરકારે અધિવેશનમાં(session) મુંબઈ મહાનગરપાલિકામાં 227 વોર્ડ રાખવાનો ઠરાવ પસાર કર્યો હતો.

Join Our WhatsApp Community

વિધાનસભામાં(Assembly) આ પ્રસ્તાવ મંજૂરી માટે આવ્યો હતો ત્યારે મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ(Congress and Samajwadi Party) બુધવારે સત્તાધારી પક્ષના પ્રસ્તાવના (Ruling Party Preamble) સમર્થનમાં મતદાન કર્યું હતું. તેથી મહાવિકાસ આઘાડીમા મતભેદ હોવાનું ફરી એક વખત જણાઈ આવ્યું હતું.

વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું હતું કે  સુપ્રીમ કોર્ટના(Supreme Court) નિર્દેશ અન્ય કેસ સંબંધિત છે એટલે કે ઓબીસી આરક્ષણનો(OBC reservation) છે. અમારો વટહુકમ વોર્ડની સંખ્યા 236માંથી 227 કરવા સંબંધે છે. એને માટે કોઈ કાનૂની અવરોધ નથી.

આ સમાચાર પણ વાંચો : પ્રવાસીઓના રોષ સામે ઝૂકયુ રેલવે- તાજેતરમાં AC લોકલને લઈને લેવાયેલ આ નિર્ણય તાત્પૂરતો રાખ્યો મોકૂફ

શિવસેનાના નેતા(Shiv Sena leader) આદિત્ય ઠાકરેએ(Aaditya Thackeray)  આ ખરડો રાજ્ય સરકારની(State Govt) જેમ જ ગેરકાયદે હોવાની ટીકા કરી હતી. તો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ(CM Eknath Shinde) લોકશાહીમાં સંખ્યાબળ મહત્વનું હોવાનું કહ્યું હતું. અમારી સરકાર પાસે બહુમતી છે અમે કોઈ બિનબંધારણીય કામ(Unconstitutional work) કર્યું ન હોવાનં કહ્યું હતું. અગાઉની સરકાર દ્વારા કરવામાં આવેલી નવી વોર્ડ રચના અંગે 892 ફરિયાદ મળી હોવાનું પણ શિંદેએ કહ્યું હતું.
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version