ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03 માર્ચ 2022,
ગુરુવાર.
મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત 14 જિલ્લાઓ માટે રાહત આપી છે. આ તે જિલ્લાઓ છે જેમાં કોરોનાનો અસર હવે ઓછો થઈ ગયો છે. આ જિલ્લાઓના નામ આ મુજબ છે. મુંબઈ ઉપનગરીય, પુણે, ભંડારા, સિંધુદુર્ગ, નાગપુર, રાયગઢ, રત્નાગિરી, સતારા, સાંગલી, ગોંદિયા, ચંદ્રપુર અને કોલ્હાપુર.
આ જિલ્લામાં બધા શૉપિંગ કૉમ્પ્લેક્સ, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ અને બાર, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, જિમ, સ્પા, સ્વિમિંગ પૂલ, ધાર્મિક સ્થળો, ડ્રામા થિયેટર, પર્યટન સ્થળો, મનોરંજન પાર્ક વગેરેને 100 ટકા ક્ષમતા સાથે ચલાવવાની છૂટ છે. નવા નિયમ મુજબ હવે મહારાષ્ટ્રમાં રેસ્ટોરન્ટ અને સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે શરૂ થઇ શકશે, તેમજ સ્વિમિંગ પૂલ, ધાર્મિક સ્થળો, મનોરંજન પાર્કને પણ 100 ટકા ક્ષમતાની સાથે કામ કરવાની પરવાનગી આપવામાં આવશે.
આ નવા નિયમો શુક્રવાર થી લાગુ થશે.