Site icon News Continuous Bureau | Mumbai

Mumbai local train accident: મુંબઈ લોકલની ભીડે વધુ એક જવાનનો જીવ લીધો: ધક્કા-મુક્કીમાં ટ્રેનમાંથી પટકાતા સુરક્ષા દળના જવાનનું કરૂણ મોત

મુંબઈની લોકલ ટ્રેનોમાં થતી અસહ્ય ભીડ રોજ અનેક લોકોનો ભાગ લે છે ત્યારે આવો વધુ એક કિસ્સો બન્યો છે જેમાં એક જવાનનું મૃત્યુ થયું છે

Mumbai local train accident મુંબઈ લોકલની ભીડે વધુ એક જવાનનો જીવ લીધો

Mumbai local train accident મુંબઈ લોકલની ભીડે વધુ એક જવાનનો જીવ લીધો

News Continuous Bureau | Mumbai

મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનોમાં થતી અસહ્ય ભીડ રોજ અનેક લોકોનો ભાગ લે છે ત્યારે આવો  વધુ એક કિસ્સો બન્યો છે જેમાં એક જવાનનું મૃત્યુ થયું છે. ભીડના ધક્કા-મુક્કીના કારણે ચાલુ લોકલમાંથી પડી જવાથી મહારાષ્ટ્ર સુરક્ષા દળ ના એક જવાનનું દહિસર પાસે અકસ્માતમાં કરૂણ મોત થયું છે.

Join Our WhatsApp Channel

Mumbai local train accident મૃતક જવાનનું નામ ગણેશ જગદાલે છે, જેમની ઉંમર ૩૧ વર્ષની હતી અને તેઓ દહિસર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યાના સુમારે ગણેશ જગદાલે પોતાની ડ્યુટી પૂરી કરીને દહિસર સ્ટેશનથી નાયગાંવ જવા માટે લોકલ ટ્રેન પકડી હતી. ટ્રેનમાં ભારે ભીડ હોવાથી તેઓ દરવાજા પાસે ઊભા હતા. આ દરમિયાન ભીડના ધક્કા-મુક્કીના કારણે તેમનું સંતુલન ગયું અને તેઓ સીધા રેલવે ટ્રેક પર પટકાયા હતા.

આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને માથામાંથી વધુ પડતું રક્તસ્ત્રાવ થયો હતો. રેલવે પોલીસે તાત્કાલિક તેમને કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના ગણવેશ અને ઓળખપત્રના આધારે તેમની ઓળખ થઈ શકી હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai fire incident: દક્ષિણ મુંબઈના ગિરગામમાં ફૂડ સ્ટૉલમાં આગ, કોઈ જાનહાની નહીં. 

મુંબઈ લોકલમાં થતા આ પ્રકારના અકસ્માતો નવા નથી. લોકલ ટ્રેનની સંખ્યા વધારવા, ટ્રેનના દરવાજા બંધ રાખીને ચલાવવા, ઓફિસના સમયમાં ફેરફાર કરવા અને સસ્તી તેમજ ઝડપી જાહેર પરિવહન વ્યવસ્થા ઊભી કરવા જેવા અનેક વિકલ્પો પર વર્ષોથી ચર્ચા થાય છે, પરંતુ જમીની સ્તર પર નક્કર પગલાં લેવાતા જણાતા નથી. પરિણામે, ચાલુ લોકલમાંથી પડી જવાની અને નિર્દોષોના જીવ જવાની ઘટનાઓ યથાવત્ રહી છે.

Borivali Tree Trimming Death બોરીવલીમાં ઝાડ કાપતી વખતે ૩૦ ફૂટ ઊંચાઈએથી નીચે પટકાયો મજૂર, દર્દનાક મોત કોન્ટ્રાક્ટર સહિત ૪ સામે એફઆઈઆર દાખલ!
Lalbaugcha Raja VIP Darshan Fraud લાલબાગચા રાજાના VIP દર્શનના નામે ભક્તો સાથે ઠગાઈ ₹૩,૪૦૦ પડાવનાર ૧૯ વર્ષીય ગઠિયાને શ્રદ્ધાળુઓએ રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો!
Cyber Fraud Female Constable લંડનનો બિઝનેસમેન બની સાયબર ગઠિયાએ મહિલા પોલીસકર્મીને ફસાવી કસ્ટમ્સ ક્લિયરન્સના નામે લગાવ્યો અધધ ₹૧૧.૧૯ લાખનો ચૂનો!
Iron Pillar Falls Kanjurmarg Police Station કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશન પર ૧૩મા માળેથી પડ્યો ૨૦૦ કિલોનો લોખંડનો થાંભલો પોલીસકર્મીઓનો ચમત્કારિક બચાવ, કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ!
Exit mobile version