Site icon

Maharashtra Skill Department:કૌશલ્ય વિભાગમાં સ્વદેશી કન્સલ્ટન્સી કંપનીઓને જ પ્રાધાન્ય મળશે: મંત્રી લોઢા

Maharashtra Skill Department: સંશોધન ક્ષેત્રમાં કાર્યરત ભારતીય કન્સલ્ટન્સી કંપનીઓ માટે સુવર્ણ તક

Maharashtra Skill Department to prioritize Indian consultancies for research and advisory roles

Maharashtra Skill Department to prioritize Indian consultancies for research and advisory roles

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારનાં કૌશલ્ય વિભાગે હવે સ્વદેશી અભિયાન શરૂ કર્યુ છે. હવેથી  કૌશલ્ય વિભાગની તમામ સંસ્થાઓમાં, ફક્ત સ્વદેશી કંપનીઓ જ સંશોધન કાર્ય અને સલાહકાર ભૂમિકા માટે પસંદ કરવામાં આવશે એમ કૌશલ્ય, ઉદ્યોગસાહસિકતા, રોજગાર અને નવીનતા મંત્રી મંગલપ્રભાત લોઢાએ આજે જણાવ્યું હતું. હવે વિદેશી કંપનીઓને બદલે, ITI માં શીખવવામાં આવતા વિવિધ અભ્યાસક્રમો, વિવિધ વર્કશોપ અને રોજગાર સંબંધિત સંશોધન અહેવાલો અને નીતિ રૂપરેખા તૈયાર કરવા માટે ભારતીય કન્સલ્ટન્સીની નિમણૂક કરવામાં આવશે. મંત્રી લોઢાએ ઉમેર્યુ હતું કે કૌશલ્ય વિભાગ દ્વારા સંબંધિત નિયમો ટૂંક સમયમાં વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ નિયામકને મોકલવામાં આવશે.

Join Our WhatsApp Community

દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ દસ વર્ષ પહેલાં સ્વદેશી ખ્યાલ પર આધારિત ‘મેક ઇન ઇન્ડિયા’નું સૂત્ર આપ્યું હતું. ત્યારબાદ, દેશમાં વિવિધ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ભારતીય કંપનીઓનો ઉદય થયો. સ્ટાર્ટઅપ્સની પહેલ પછી, કેટલીક ભારતીય કન્સલ્ટન્સી કંપનીઓએ વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી છે. હવે, વિદેશી કંપનીઓ પર આધાર રાખવાને બદલે, સંશોધન કાર્ય માટે ભારતીય કંપનીઓની નિમણૂક કરીને આ ક્ષેત્રમાં પણ સ્વદેશી ખ્યાલ લાગુ કરવામાં આવી રહ્યો હોવાનું મંત્રી લોઢાએ જણાવ્યું હતું. ઉપરાંત, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન હેઠળ, રાજ્યની વિવિધ વ્યવસાય શિક્ષણ અને તાલીમ સંસ્થાઓમાં સુસંસ્કૃત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જોકે, આ ફેરફારો કરતી વખતે, ભારતીય વિચારધારા ધરાવતી સ્વદેશી કંપનીઓ પણ ભાગ લે તે સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક કન્સલ્ટન્સીની નિમણૂક કરવામાં આવી રહી છે, એમ  લોઢાએ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Mumbai GRP: મુંબઈમાં જીઆરપીના 13 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, મુસાફરો પાસેથી ખંડણી વસૂલવાનો આરોપ

કૌશલ્ય વિભાગ દ્વારા લેવાયેલો નિર્ણય રતન ટાટા મહારાષ્ટ્ર સ્કિલ યુનિવર્સિટી અને મહારાષ્ટ્ર સ્ટેટ ઇનોવેશન સોસાયટી હેઠળની સંબંધિત એજન્સીઓ અને કૌશલ્ય વિભાગના રોજગાર સેવા કાર્યાલયને લાગુ પડશે. કૌશલ્ય વિકાસ વિભાગ વૈશ્વિક સ્પર્ધામાં ભારતીય યુવાનો માટે રોજગારની તકો ખોલવા અને ગુણવત્તાયુક્ત કુશળ કારીગરો બનાવવા માટે કાર્યરત છે. ઉપરાંત, ભારતીય કન્સલ્ટિંગ કંપનીઓ હવે આ સંદર્ભમાં સંશોધન કાર્યમાં પણ મૂલ્યવાન યોગદાન આપશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૪૭ સુધીમાં દેશને આર્થિક મહાસત્તા બનાવવાનો સંકલ્પ કર્યો છે અને વિવિધ ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓને તકો પૂરી પાડવાનું અભિયાન શરૂ થયું   છે. આનાથી ભારતીય અર્થતંત્રને તો વેગ મળશે જ, સાથે સાથે ભારતીય કંપનીઓને વિશ્વમાં તેમની પ્રતિષ્ઠા વધારવામાં પણ મદદ મળશે, એમ મંત્રી લોઢાએ જણાવ્યું હતું.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version