Site icon

મુંબઈમાં બળબળતા બપોર.. હજુ આટલા દિવસ પડશે પરસેવે રેપ ઝેપ કરાવે તેવી ગરમી.. તાપમાનમાં પણ થશે વધારો.. જાણો ક્યારે મળશે રાહત.. 

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં નવા વર્ષની શરૂઆત ગુલાબી ઠંડી સાથે થઈ છે. પરંતુ ફેબ્રુઆરી મહિનો આવતાની સાથે જ તાપમાનમાં મોટો વધારો જોવા મળે છે. ફેબ્રુઆરી મહિનામાં જ સૂર્યનો તાપ શરૂ થઈ ગયો છે. ફેબ્રુઆરી મહિનો પણ પૂરો થયો નથી. પરંતુ શહેરના રહીશોને ઘરની બહાર નીકળતા લોકોને લૂ હેરાન કરી રહી છે.

https://newscontinuous.com/web-stories/sanjeevs-herb-to-increase-eyesight-is-dodi-identify-this-herb/

દેશના આ રાજ્યોમાં પડી રહી છે ભીષણ ગરમી, તો ક્યાંક છે વરસાદની આગાહી, જાણો આજનું વેધર અપડેટ

News Continuous Bureau Mumbai

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં નવા વર્ષની શરૂઆત ગુલાબી ઠંડી સાથે થઈ છે. પરંતુ ફેબ્રુઆરી મહિનો આવતાની સાથે જ તાપમાનમાં મોટો વધારો જોવા મળે છે. ફેબ્રુઆરી મહિનામાં જ સૂર્યનો તાપ શરૂ થઈ ગયો છે. ફેબ્રુઆરી મહિનો પણ પૂરો થયો નથી. પરંતુ શહેરના રહીશોને ઘરની બહાર નીકળતા લોકોને લૂ હેરાન કરી રહી છે.

Join Our WhatsApp Community

મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગરમીનું તાપમાન વધી રહ્યું છે. કારણ કે, હવામાનમાં આવેલા ફેરફારને કારણે મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો, તેલંગાણા, ગુજરાતના ઘણા ભાગો, છત્તીસગઢ, રાયલસીમા, તમિલનાડુ, કેરળ સાથે ઓડિશાના કેટલાક ભાગોમાં તાપમાન 35 થી 37 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. દરમિયાન આગામી બે દિવસમાં મહારાષ્ટ્રના આંતરિક ભાગોમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે.

આ સમાચાર પણ વાંચો :  આજનો ઇતિહાસ 27 ફેબ્રુઆરી, દેશભક્ત ચંદ્રશેખર આઝાદનો શહીદદિન… માતૃભૂમિ માટે આપ્યુ હતુ બલિદાન..

હાલમાં મહારાષ્ટ્ર સહિત આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાંથી ઠંડીનું જોર ઓછું થયું હોવા છતાં, રાજ્યના કેટલાક ભાગોમાં રાત્રે ઠંડી અને દિવસ દરમિયાન આકરો તડકો જોવા મળી રહ્યો છે. મુંબઈની વાત કરીએ તો, છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, ત્યારે બપોરે 12 થી 2 વાગ્યાની વચ્ચે આકરી ગરમી પડી રહી છે.

મહત્વનું છે કે છેલ્લા બે સપ્તાહથી મુંબઈગરાઓ હીટવેવનો સામનો કરી રહ્યા છે ત્યારે હવામાનમાં આવેલા પલટાને કારણે મુંબઈકરોને વાયરલ ફીવરની અસર થઈ છે. ગુજરાતમાંથી આવતા પવનો, પૂર્વીય પવનો દરિયામાંથી જમીન તરફના પવનોને અવરોધે છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે મુંબઈનું મહત્તમ તાપમાન વધી રહ્યું છે. દરમિયાન, મુંબઈનું મહત્તમ તાપમાન હાલમાં 35 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે, પરંતુ હોળી પછી તેમાં વધુ વધારો થાય તેવા સંકેતો છે.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version