Site icon News Continuous Bureau | Mumbai

Ghatkopar Police Station FIR Controversy। ઘાટકોપર પોલીસની ક્રૂરતા સામે મહિલા આયોગ લાલઘૂમ પીડિત પરિવાર વિરુદ્ધ જ ખોટી FIR બદલ પોલીસને નોટિસ

Ghatkopar Police Station FIR Controversy। ન્યાય માંગનાર જ જેલના સળિયા પાછળ ૬ વર્ષની બાળકીઓની છેડતીના કેસમાં પોલીસે આરોપીને છાવરવા પીડિતોના સંબંધીઓની ધરપકડ કરી હોવાનો આક્ષેપ, મહિલા આયોગે મુંબઈ પોલીસ પાસે માંગ્યો લેખિત ખુલાસો.

Ghatkopar Police Station FIR Controversy। ઘાટકોપર પોલીસની ક્રૂરતા સામે મહિલા આયોગ લાલઘૂમ પીડિત પરિવાર વિરુદ્ધ જ ખોટી FIR બદલ પોલીસને નોટિસ

Ghatkopar Police Station FIR Controversy। ઘાટકોપર પોલીસની ક્રૂરતા સામે મહિલા આયોગ લાલઘૂમ પીડિત પરિવાર વિરુદ્ધ જ ખોટી FIR બદલ પોલીસને નોટિસ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Ghatkopar Police Station FIR Controversy। મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં બનેલી એક શરમજનક ઘટનામાં પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. ૬ વર્ષની બે માસૂમ બાળકીઓની છેડતી મામલે ન્યાય માંગવા ગયેલા પીડિત પરિવારના જ ૪ સભ્યો સામે પોલીસે વળતી FIR નોંધી તેમની ધરપકડ કરી લેતા રાજ્ય મહિલા આયોગે આકરી નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે મહિલા આયોગે મુંબઈ પોલીસને કારણદર્શક નોટિસ ફટકારીને સમગ્ર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

ઘટનાની વિગતો મુજબ, ઘાટકોપરમાં ૩૮ વર્ષીય એક શખ્સે બે નાની બાળકીઓની છેડતી કરી હતી. સ્થાનિક લોકો અને પરિવારે જ્યારે આ અંગે અવાજ ઉઠાવ્યો, ત્યારે પોલીસે મુખ્ય આરોપી સામે ત્વરિત અને કડક કાર્યવાહી કરવાને બદલે ઢીલ દાખવી હોવાનો આક્ષેપ છે. સામાજિક કાર્યકરોનું કહેવું છે કે, પોલીસે ઉલટાનું પીડિતોને ડરાવવા-ધમકાવવા માટે તેમના જ પરિવારજનો વિરુદ્ધ ખોટો ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દીધા છે.

મહિલા આયોગના આકરા સવાલો

મહિલા આયોગે મુંબઈ પોલીસને પૂછ્યું છે કે, કયા પુરાવા કે આધાર પર પીડિત પરિવારના સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો છે? આયોગે એવી શંકા પણ વ્યક્ત કરી છે કે શું પોલીસ મુખ્ય આરોપીને બચાવવા માટે કેસ નબળો પાડવાનો પ્રયાસ કરી રહી છે? આ નોટિસમાં પોલીસ અધિકારીઓના વર્તન અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. આ ઘટનાને કારણે પીડિત પરિવાર બેવડી મુસીબતમાં મુકાયો છે – એક તરફ બાળકીઓ સાથે થયેલો અન્યાય અને બીજી તરફ પોલીસનો ત્રાસ.

પોલીસની છબી ખરડાઈ, તપાસની માંગ

પોલીસની આ કાર્યવાહીને કારણે સામાજિક કાર્યકરો અને નાગરિકોમાં ભારે રોષ છે. માંગ કરવામાં આવી છે કે માત્ર મુખ્ય આરોપી જ નહીં, પરંતુ જે પોલીસ અધિકારીઓએ સત્તાનો દુરુપયોગ કરીને પીડિતોને હેરાન કર્યા છે, તેમની સામે પણ કાયદેસરની તપાસ થવી જોઈએ. ૬ વર્ષની બાળકીઓના વાલીઓને જેલમાં મોકલવાની આ કાર્યવાહીએ મુંબઈ પોલીસની છબીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. હવે મહિલા આયોગના હસ્તક્ષેપ બાદ પરિવારને ન્યાય મળે તેવી આશા જાગી છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Police Vashi Bridge Suicide Rescue। મુંબઈ પોલીસની સતર્કતાથી વાશી બ્રિજ પર આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ ૩૩ વર્ષીય યુવકનો જીવ બચાવ્યો

Mumbai CSMT Custodial Death મુંબઈના CSMT ખાતે RPF કસ્ટડીમાં યુવકનું રહસ્યમય મોત; પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ, CID તપાસ શરૂ
Mumbra Station Surprise Ticket Checking મુંબ્રા સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’; ૧૫૦ બિનટિકિટ મુસાફરો પાસેથી રૂ. ૬૬,૬૧૫નો દંડ વસૂલાયો
Ganpati Immersion Theft ખાર દાંડામાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો; પોલીસે રૂ. ૩.૬૬ લાખનો મુદ્દામાલ કર્યો રિકવર
Railway Special Drive in Divyang Coach દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઇવ; ૩૯ અનધિકૃત પ્રવાસીઓ ઝડપાયા, વસુલ્યો અધધ રૂ. ૭૮,૦૦૦નો દંડ
Exit mobile version