Mahasanskruti Mahotsav : ચેમ્બુરમાં બૌદ્ધ ઉત્સવનું આયોજન, બૌદ્ધ વિહારનાં વિકાસ માટે મળ્યું અધધ 1 કરોડનું અનુદાન

Mahasanskruti Mahotsav : ઉપનગરીય પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાની પહેલથી ઉપનગરનાં સૌ પ્રથમ બૌદ્ધ ઉત્સવની ઉજવણી

Mahasanskruti Mahotsav Buddhist festival organized in Chembur, 1 crore grant received for development of Buddhist Vihara

News Continuous Bureau | Mumbai 

Mahasanskruti Mahotsav :  પ્રજાસત્તાક દિવસના અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે, મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં વિવિધ સ્થળોએ “મહાસંસ્કૃત મહોત્સવ ૨૦૨૪’ શિર્ષક હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. જેના ભાગરૂપે મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાની પહેલથી ચેમ્બુર સ્થિત સર્વોદય મહાબુદ્ધ વિહાર, ખાતે ૨૪ અને થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન બૌદ્ધ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ ડો. ભદંત રાહુલ બોધી હતા. ભગવાન ગૌતમ બૌદ્ધ ના વિચારોનો વારસો આપણી ધરતીને દર્શાવતો કાર્યક્રમ પ્રથમ વખત મુંબઈ ઉપનગરીય જિલ્લામાં યોજાયો હતો. આ પ્રસંગે બૌદ્ધ વિહારનાં વિકાસ માટે વધુ એક કરોડ રૂપિયાનું ભંડોળ આપવાની પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જાહેરાત કરી હતી.

Join Our WhatsApp Community

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અને ડૉ. ભદંત રાહુલ બોધિની હાજરીમાં પાલક મંત્રી મંગલપ્રભાત લોઢાએ ૨૪ મી એ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મંત્રી લોઢાએ બૌદ્ધ વિહારના વિકાસ માટે એક કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી હતી. મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે, “હું જ્યારે પ્રથમ વખત મંત્રી બન્યો ત્યારે હું આ બિલ્ડીંગમાં દર્શન માટે આવ્યો હતો અને અહીંથી જ મારા કામની શરૂઆત થઈ હતી. રાહુલ બોધિજી સાથે ચર્ચા કર્યા બાદ મેં બૌદ્ધ વિહારના વિકાસ માટે જરૂરી કામો સમજ્યા હતા. તે મુજબ, અગાઉ બે કરોડનું ભંડોળ આપવામાં આવ્યું હતું. હવે આ સંસ્થાનનાં વધુ વિકાસ માટે વધારાનું એક કરોડનું ભંડોળ આપવામાં આવશે. બૌદ્ધ વિહારના વિકાસ માટે જે પણ મદદની જરૂર પડશે તે આપવા સરકાર તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Amrit Bharat Station scheme : PM મોદીએ રૂ. 41,000 કરોડનાં મૂલ્યનાં 2000થી વધારે રેલવે માળખાગત પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ

ડૉ. ભદંત રાહુલ બોધીએ કાર્યક્રમનું આયોજન કરવા બદલ મંત્રી લોઢાનો આભાર માન્યો અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. બે દિવસીય બૌદ્ધ ઉત્સવમાં ભીમ ગીતા સ્પર્ધા, સેમિનાર, સંવિધાન રેલી, ધમ્મપદ ભીમ ગીતા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ૨૫મી ફેબ્રુઆરીના રોજ સામાજિક સંસ્થા પરિચય, કલા આવિષ્કાર, મહિલા મેળો, ધમ્મ સન્માન અને શહીર જલસા જેવા કાર્યક્રમો જોવા મળ્યા અને કાર્યક્રમનું સમાપન થયું.

બંધારણ રેલીના કાર્યક્રમમાં પણ નાગરિકોએ ભારે ઉત્સાહ અને મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ રેલીમાં બંધારણની ૧૦ ફૂટની પ્રતિકૃતિને રથ પર લઇ ભગવાન બુદ્ધ અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓ ઉભી કરવામાં આવી હતી. યુનાઈટેડ બૌદ્ધ મિશનના સહયોગથી ભીખ્ખુ સંઘ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Mahasanskruti Mahotsav Buddhist festival organized in Chembur, 1 crore grant received for development of Buddhist Vihara

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai Metro Stunts: મુંબઈ મેટ્રોમાં જોખમી સ્ટંટ કરનારાઓ સામે લાલ આંખ: વાલીઓ માટે મેટ્રો પ્રશાસનની કડક ચેતવણી, અસુરક્ષિત કૃત્યો બદલ થશે જેલ અને દંડ
Govandi Shivaji Nagar Clash: મુંબઈના ગોવંડીમાં રાજકીય જંગ: સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે AIMIM અને સપાના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ, પોલીસે 9ની કરી ધરપકડ
Goregaon Stepmother Attack Case: ગોરેગાંવમાં કૌટુંબિક વિવાદમાં લોહીની હોળી: પિતાના બીજા લગ્નથી નારાજ પુત્રએ સાવકી માતા પર જીમના લોખંડના વજનથી કર્યો જીવલેણ હુમલો
Mumbai Hotel Gas Crisis: મુંબઈમાં ‘ગેસ સંકટ’થી હાહાકાર! ૨૦% હોટલો બંધ, બે દિવસમાં ૫૦% ને તાળા વાગવાની શક્યતા; હોટલ માલિકોમાં ચિંતા.
Exit mobile version