Mahavir Nirvana Festival: મુંબઇ ખાતે ભગવાન મહાવીરનાં ૨૫૫૦ માં નિર્વાણ મહોત્સવ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ, આટલા લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

Mahavir Nirvana Festival: ભગવાન મહાવીરનાં ૨૫૫૦ માં નિર્વાણ મહોત્સવ નિમીતે આયોજિત નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને લાખોના ઇનામો

Mahavir Nirvana Festival An essay competition was held in Mumbai on the occasion of the 2550th Nirvana Festival of Lord Mahavir

News Continuous Bureau | Mumbai

Mahavir Nirvana Festival: ભગવાન મહાવીર સ્વામીનાં ૨૫૫૦ માં નિર્વાણ મહોત્સવ નિમીતે આયજિત કરવામાં આવેલી મહારાષ્ટ્ર ભરનાં બાળકો માટેની નિબંધ સ્પર્ધામાં વિજેતા નિવડેલા વિદ્યાર્થીઓને આજે મુંબઇમાં રાજભવન ખાતે આયોજિત સન્માન સમારોહમાં રાજ્યપાલ સી.પી રાધાકૄષ્ણન તથા કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાનાં હસ્તે ઇનામો વિતરીત કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર રાજ્યની પ્રથમ વિજેતા અને છત્રપતિ સંભાજીનગરની વિદ્યાર્થીની આરાધ્યા લોઢાને ૪,૪૪૦૦૦ રૂપિયાનું પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું. જ્યારે નાંદેડનાં અક્ષય ઢેરેને ૨,૨૨,૦૦૦ રુપિયાનું બીજું ઇનામ તથા યવતમાલની શર્વરી ભોજનકરને ૧,૧૧,૦૦૦ રુપિયાનું ત્રીજું ઇનામ એનાયત કરાયું હતું.

Join Our WhatsApp Community
Mahavir Nirvana Festival An essay competition was held in Mumbai on the occasion of the 2550th Nirvana Festival of Lord Mahavir

Mahavir Nirvana Festival An essay competition was held in Mumbai on the occasion of the 2550th Nirvana Festival of Lord Mahavir

 

 

 

 

 

 

 

 

 

 

 

મહારાષ્ટ્ર સરકારનાં સહયોગથી ભગવાન મહાવીર ૨૫૫૦ માં નિર્વાણ કલ્યાણક સમિતી દ્વારા આયોજિત આ નિબંધ સ્પર્ધામાં રાજ્યની ૧૦૦૦૦ થી વધુ શાળાઓના ૧૬ લાખથી વધારે વિદ્યાર્થીઓઐ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. ઉપરોક્ત ત્રણ વિજેતાઓ ઉપરાંત પાંચમા થી સાતમા ધોરણનાં વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારની આ સફળતા બાદ રાજસ્થાન તથા ગુજરાતમાં પણ આ પ્રકારની પહેલ થઇ છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ સ્પર્ધાને મળેલા અભુતપૂવ પ્રતિસાદની પ્રશંસા કરી હતી.

આ સમાચાર પણ વાંચો: Tata Steel Chess : 19 વર્ષનાં આર પ્રજ્ઞાનંદે ફરી કરી બતાવ્યો કમાલ, રોમાંચક મેચમાં વિશ્વ ચેમ્પિયનને હરાવ્યો; જીત્યોઆ ખિતાબ…

Mahavir Nirvana Festival: રાજભવનનાં દરબાર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા રાજ્યપાલ સી પી.રાધાકૃષ્ણને ભગવાન મહાવીરના ઉપદેશોને આ પ્રકારની સ્પર્ધા દ્વારા આગળ ધપાવવાની પહેલની વિશેષ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભગવાન મહાવીરની ઉપદેશોએ આપણને સામાજિક સેવાની પ્રેરણા આપે છે. આ પ્રકારની સ્પર્ધા લાખો વિદ્યાર્થીઓને તેમના ઉપદેશોને સ્વીકારવા પ્રેરિત કરે છે. નવી પેઢીના જેટલા વધારે વિદ્યાર્થીઓ ભગવાન મહાવીરનો ઉપદેશનો સ્વીકાર કરશે તેટલો વધારે આપણો સમાજ શાંતિ અને અહિંસાનો માર્ગ મજબૂત બનાવશે.

Mahavir Nirvana Festival An essay competition was held in Mumbai on the occasion of the 2550th Nirvana Festival of Lord Mahavir

 

 

 

 

 

આ પ્રસંગે કેબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ રાજભવન જેવા પ્રતિષ્ઠિત સ્થળે આ સમારોહ યોજવામાં સહકાર આપવા બદલ રાજ્યપાલનો આભાર વ્યક્ત કર્યો હતો. અને આ આયોજનમાં સરકારના સમર્થનને બિરદાવીને આ ઘટનાને ગૌરવપૂણ ગણાવી હતી. તેમણે ઉમેર્યુ હતું કે હું રાજ્યપાલનો આભાર માનું છું. આપણા રાજ્યપાલને દરેક ધર્મ અને તેની લાગણીઓને માન આપે છે. તેમણે રાજ્યપાલને કહ્યું હતું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૄત્વ હેઠળ અમે સૌ આપની સાથે છીએ.

આ સમાચાર પણ વાંચો: Cricket Tournament: આદિવાસી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો શુભારંભ…

Mahavir Nirvana Festival: આ પ્રસંગે નાગપુર, નાસિક તથા કોલ્હાપુર જિલ્લામાં આ સ્પર્ધાના કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ કલેક્ટર, ઝિલા પરિષદના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મ્યુનિસિપલ કમિશનરને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Mumbai police bravery: પોલીસ જવાનની બહાદુરી: ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ, તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ
Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Exit mobile version