Site icon

Central Railway: સેન્ટ્રલ રેલ્વેની ટિકિટ વગરના મુસાફરો સામે મોટી કાર્યવાહી; 2 મહિનામાં 63 કરોડ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો..

Central Railway: સેન્ટ્રલ રેલવે પર 1,810 લોકલ ટ્રેનો દ્વારા દરરોજ લગભગ 33 લાખ મુસાફરો મુસાફરી કરે છે. સેન્ટ્રલ રેલવે પર દરરોજ 66 AC લોકલ ટ્રેનો દોડે છે. તેમાંથી દરરોજ લગભગ 78 હજાર મુસાફરો મુસાફરી કરે છે. તો આ સમયે ટિકિટ વિનાના મુસાફરોને રોકવા માટે મધ્ય રેલવેએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં માત્ર બે મહિનામાં જ મધ્ય રેલવેએ 63 કરોડ જેટલો દંડ વસૂલ કર્યો છે.

Major action against ticketless passengers of Central Railway; A fine of 63 crores was collected in 2 months..

Major action against ticketless passengers of Central Railway; A fine of 63 crores was collected in 2 months..

News Continuous Bureau | Mumbai 

Central Railway: સેન્ટ્રલ રેલ્વેએ ટિકિટ વિના પ્રવાસ કરવાથી થતી આવકની ખોટ અને ટિકિટ ધારકોને થતી અસુવિધાથી બચવા માટે હવે ટિકિટ વિનાના મુસાફરોને ( ticketless passengers ) પકડવાની ઝુંબેશ શરૂ કરી છે. આ અભિયાન હેઠળ એપ્રિલ-મે દરમિયાન 9.04 લાખ કેસમાં 63.62 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. 

Join Our WhatsApp Community

સેન્ટ્રલ રેલવે પર 1,810 લોકલ ટ્રેનો દ્વારા દરરોજ લગભગ 33 લાખ મુસાફરો મુસાફરી કરે છે. સેન્ટ્રલ રેલવે  પર દરરોજ 66 AC લોકલ ટ્રેનો ( AC local Trains )  દોડે છે. તેમાંથી દરરોજ લગભગ 78 હજાર મુસાફરો મુસાફરી કરે છે. સલામતી અને આરામદાયક મુસાફરી માટે એરકન્ડિશન્ડ લોકલને મુસાફરો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ એરકન્ડિશન્ડ લોકલ અને જનરલ લોકલ ફર્સ્ટ ક્લાસ કોચમાં મુસાફરી કરતા ટિકિટ વગરના ( Local Train Ticket ) મુસાફરોની સંખ્યામાં પણ હાલ વધારો થવાને કારણે ટિકિટ ધારક મુસાફરોને ઉભા રહીને મુસાફરી કરવી પડી રહી અને તેમના હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી સેન્ટ્રલ રેલવેએ હવે આ ખુદાબક્ષોને પકડવા માટે ઝુંબેશ હાથ ધરી છે.

આ સમાચાર  પણ વાંચો : T20 World Cup: ‘આઝમ ખાન અન્ય ખેલાડીઓ સાથે પાકિસ્તાન પરત નહીં ફરે કારણ કે…’ T20 વર્લ્ડ કપમાંથી બહાર થતાં જ સોશિયલ મીડિયા પર મીમ્સનો પૂર..

Central Railway: મધ્ય રેલવેએ એરકન્ડિશન્ડ અને ફર્સ્ટ ક્લાસ કોચમાં ટિકિટ વિનાના મુસાફરોને રોકવા માટે ‘AC ટાસ્ક ફોર્સ’ શરૂ કરી છે.

મધ્ય રેલવેએ એરકન્ડિશન્ડ અને ફર્સ્ટ ક્લાસ કોચમાં ટિકિટ વિનાના મુસાફરોને રોકવા માટે ‘AC ટાસ્ક ફોર્સ’ શરૂ કરી છે. એર-કન્ડિશન્ડ લોકલ અથવા ફર્સ્ટ ક્લાસ કોચમાં અનિયમિત મુસાફરીને લગતી સમસ્યાઓનું સમાધાન. આ ‘AC ટાસ્ક ફોર્સ’નો ( AC Task Force ) ઉદ્દેશ્ય તાત્કાલિક સહાય પૂરી પાડવાનો રહેશે. તાત્કાલિક સહાય શક્ય ન હોય તેવા કિસ્સામાં બીજા દિવસે નિરાકરણ લાવવા માટે તપાસ હાથ ધરવામાં આવશે. મુસાફરોને ફરિયાદ કરવા માટે સેન્ટ્રલ રેલવેએ હવે વોટ્સએપ નંબર 7208819987 પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત એરકન્ડિશન્ડ લોકલ અથવા ફર્સ્ટ ક્લાસ કોચમાં સમસ્યાઓના નિરાકરણ માટે એક ખાસ કંટ્રોલ ટીમની પણ રચના કરવામાં આવી છે.

એપ્રિલ થી મે 2024 ના સમયગાળા માટે વિભાગવાર દંડ વસૂલ

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version