Site icon

મુંબઈના મુલુંડમાં એક ઓફિસમાં ગન પોઈન્ટ પર થઇ અધધ આટલા કરોડ રૂપિયાની લૂંટ, ઘટના CCTVમાં કેદ;  જુઓ વિડીયો, જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરુવાર 

આર્થિક રાજધાની મુંબઈમાં અવારનવાર કંઈક ને કંઈક ઘટના બનતી રહે છે. તાજેતરમાં દહીસરમાં બનેલી લૂંટની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો હતો. ત્યારે હવે મુલુંડમાં શસ્ત્રોની ધાકે થયેલી લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુલુંડમાં દિન દહાડે પાંચ લૂંટારા આંગડિયાની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને શસ્ત્રોની ધાકે રૂ. 77 લાખની રોકડની લૂંટ ચલાવી હતી. 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, આ ઘટના બુધવારે બપોરે મુલુંડના પાંચ રસ્તા વિસ્તારમાં આવેલી આંગડિયાની ઓફિસમાં બની હતી. પાંચ લૂંટારા આંગડિયાની ઓફિસમાં ઘૂસી આવ્યા ત્યારે કંપનીનો માલિક અને અમુક કર્મચારીઓ હાજર હતા. આ ઘટના બુધવારે બની હતી અને તેનો સીસીટીવી વીડિયો હવે સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે માસ્ક પહેરેલા ત્રણ બદમાશો ઓફિસમાં ઘૂસ્યા અને પિસ્તોલની મદદથી કર્મચારીઓને બંધક બનાવ્યા. ત્યારબાદ તેઓ ઓફિસમાં રાખેલી રોકડ લૂંટી લે છે. એક આરોપી પિસ્તોલ બતાવીને ઓફિસના લોકોને ડરાવે છે અને બીજો બેગમાં પૈસા ભરે છે.

 

મુલુંડ પોલીસે જણાવ્યું કે આ ઘટના બુધવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ બની હતી. એડનવાલા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી આંગડિયા ઓફિસમાં ચાર લોકો ઘૂસ્યા હતા અને પાંચમો આરોપી કારમાં બહાર રાહ જોતો હતો. લૂંટ મચાવ્યા બાદ પાંચેય આરોપી કારમાં નાસી ગયા હતા. તમામ આરોપીઓએ માસ્ક પહેરેલા હતા, તેથી તેમની ઓળખ થઈ શકી નથી. કારની નંબર પ્લેટ પણ નકલી હોવાથી તેને ટ્રેક કરવામાં મુશ્કેલી આવી રહી છે.

નોંધનીય છે કે આંગડિયાઓ અમુક ફી લઈને 24 કલાકમાં નાણાં, હીરા અને દાગીના નિર્ધારિત પાર્ટીઓને પહોંચાડવાનું કામ કરે છે. આ મામલાની તપાસ કરી રહેલા મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે મુલુંડ પોલીસે આર્મ્સ એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી ગઈ છે. ટૂંક સમયમાં જ આરોપી અમારી કસ્ટડીમાં આવશે.

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version