Site icon

મલાડની ભાજપની આ નગરસેવિકાએ ઇલેક્શન કમિશનને લખ્યો પત્રઃ કહ્યું સીમાંકન કરવામાં પણ  કૌભાંડ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Community

મંગળવાર. 

આગામી ચારેક મહિનામાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. એ અગાઉ મુંબઈના વોર્ડમાં ફેરરચના કરવામાં આવી છે. જેનો ડ્રાફ્ટ પાલિકા પ્રશાસને ચૂંટણી કમિશનને રજૂ કર્યો છે. ભાજપે નવા સીમાંકનના વિરોધમા સોમવારે પાલિકાના મુખ્યાલયમાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલ સામે ગાંધીગીરી કરીને આંદોલન કર્યું હતું અને વોર્ડની ફેરરચનામાં ગડબડ કરવામાં આવી હોવાની ફરિયાદ પણ ચૂંટણી કમિશનને કરી છે. જોકે વોર્ડની સીમાંકનને કારણે તમામ નગરસેવકોનું ટેન્શન વધી ગયું છે. નગરસેવકોને ખાસ કરીને ભાજપના નગરસેવકોને નવા સીમાંકનને કારણે તેમના વોર્ડમાં હારવાનો ડર લાગી રહ્યો છે. 

મલાડ(પશ્ચિમ)માં વોર્ડ નંબર 47ની નગરસેવિકા જયા સતમાન સિંહ ટીવાનાએ પણ તેના  વોર્ડમાં કરવામાં આવેલી ફેરરચનાને ગેરવાજબી ગણાવી છે અને તેને લઈને ચૂંટણી કમિશનર અને પાલિકા કમિશનરને ખાસ પત્ર લખીને પોતાના વોર્ડમાં ખોટી રીતે વોર્ડનું વિભાજન કરવામા આવી રહ્યું હોવાની ફરિયાદ કરી છે.. 

લાંબા અંતરની ટ્રેનમાં મહિલાઓનું પ્રવાસ કરવું દોઝક બન્યુઃ મહિલાની છેડતી કરનારાના ત્રણની ધરપકડ. જાણો વિગત

નગરસેવિકાએ પત્રમાં કરેલી ફરિયાદ મુજબ કોઈ પણ પાલિકા અધિકારી સાથે ચર્ચા નહીં કરતા એક વોર્ડને બીજા વોર્ડમાં એમ મનફાવે તેમ ખોટી રીતે વોર્ડનું વિભાજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાજકીય હેતુએ વોર્ડમાં ફેરરચના કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરીને આવેલી વોર્ડ રચનાને લઈને તાબડતોબ પગલા લેવાની માગણી પણ નગરસેવિકાએ કરી છે.

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version