બૃહદ મુંબઈ મહાનગરપાલિકા(બીએમસી)એ નિયંત્રત લૉકડાઉનમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મલાડ (વેસ્ટ) માં લિંક રોડ પર સ્થિત ડી-માર્ટ સ્ટોર સામે કડક કાર્યવાહી કરી છે.
નિગમની પી / ઉત્તર વિભાગીય કચેરીએ કડક કાર્યવાહી કરીને આગામી આદેશ સુધી ડી-માર્ટ સ્ટોરને સીલ કરી દીધી છે.
સાથે જ સ્ટોરના મેનેજરને પણ નિયમોના ભંગ માટે નોટિસ પાઠવવા અને લાઇસન્સ રદ કેમ ન કરવું જોઈએ તે અંગે ત્રણ દિવસમાં સમજૂતી રજૂ કરવા સુચના આપી છે.
અહીં 50ની જગ્યાએ તેનાથી વધુ લોકોને અંદર છોડવામાં આવી રહ્યા હતા, જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું.
